પોકસો એકટમાં કિશોરોની ઉંમર ઘટાડીને ૧૬ વર્ષ કરવા કેન્દ્ર સરકારને ભલામણ (18)

    રવિવારે રાજકોટ
    રવિવારે રાજકોટ

    Subscribe Saurashtra Kranti here.

    પોકસો એકટ હેઠળ અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેમાં અનેક કિસ્સાઓ એવા છે જેમાં આરોપીઓની ઉંમર ઓછી છે

    સંસદીય સમિતિએ કરી ભલામણ

    કેન્દ્ર સરકારની એક સંસદીય સમિતિએ પોકસો એકટ હેઠળ કિશોરની ઉંમર ૧૮થી ઘટાડીને ૧૬ વર્ષની કરવા સરકારને ભલામણ કરી છે. આ સમિતિએ જણાવ્યું છે કે, કિશોરવયના છોકરાઓ ગંભીર અને જઘન્ય પ્રકારના યૌન અપરાધો કરે છે. જો આવા છોકરાઓને કોઈપણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવામાં આવે તો તેઓને ગુનો કરવા માટે પ્રોત્સાહન મળે છે.

    કોંગ્રેસના સંસદૃસભ્ય આનંદ શમર્નિા અધ્યક્ષપદ હેઠળની સંસદીય સમિતિએ પોતાનો અહેવાલ રાજ્યસભાને સોંપ્યો છે. આ અહેવાલમાં જણાવાયા અનુસાર પોકસો એકટ હેઠળ અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેમાં અનેક કિસ્સાઓ એવા છે જેમાં આરોપીઓની ઉંમર ઓછી છે. આવી સ્થિતિમાં આવા કિશોરોની ઉંમર ૧૮ વર્ષને બદલે ૧૬ વર્ષની કરવા યોગ્ય જણાઈ રહૃાું છે. ઘણા બધા કેસ એવા સામે આવ્યા છે જ્યાં સગીરવયના બાળકો જઘન્ય અપરાધ કરતા પકડાયા છે.

    આ સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે, આ સંદર્ભે ગૃહ વિભાગ અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય સાથે મળીને હાલની કિશોરની ઉંમર ૧૮ વર્ષની છે તે અંગે સમીક્ષા કરે અને આ ઉંમરમાં ઘટાડો કરીને ૧૬ વર્ષ થઈ શકે છે કે કેમ તે અંગે ચર્ચા કરે.

    Read About Weather here

    આ સમિતિને એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, કાયદા પ્રત્યેની અભાનતાના કારણે સગીર અને કિશોરવયના છોકરાઓ છોકરીઓની પાછળ જવુ, ઓનલાઈન ટ્રોલિંગ કરવું અને છેડતી જેવા મામલાઓ સામાન્ય સંજોગોમાં કરતા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના ગુનાઓને સ્કૂલ અને કોલેજમાં ગુનો માનવામાં આવતો હોતો નથી તેથી આવું કરવા માટે વધુ પ્રોત્સાહન મળતું હોય છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here