આમ આદમી માટે શરુઆતના ૧૦ કરોડ ડોઝ સરકારને ૨૦૦ રૂપિયાના રેટ પર આપીશું

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ પૂનાવાલાનું નિવેદન

પુનાના સીરમ ઈન્સ્ટીટ્યુટથી કોવિશીલ્ડના ૫૬.૫ લાખ ડોઝ દેશના ૧૩ શહેરો માટે રવાના થઈ ગયા છે. સીરમના સીઇઓ અદાર પૂનાવાલાએ તેને ઔતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે કહૃાું કે અમારો પડકાર દેશના દરેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડવાનો છે. ૨૦૨૧માં આ જ એક ચેલેન્જ છે અને જોઈએ છે તે કઈ રીતે પુરી થાય છે.
પુનાવાલા કહે છે કે અમે સરકારની રિકવેસ્ટ પર શરૂઆતના ૧૦ કરોડ ડોઝ ૨૦૦ રૂપિયાની સ્પેશિયલ પ્રાઈસ પર ઉપલબ્ધ કરાવીશું. અમે આદમી, જરૂરિયાતમંદો, ગરીબો અને હેલ્થકેર વર્ક્સને સપોર્ટ કરવા માંગીએ છીએ. તે પછી અમે આ વેક્સિન બજારમાં એક હજાર રૂપિયાના ભાવે વેચીશું.

તેમણે કહૃાું- ઘણા બધા દેશ ભારત અને પીએમઓને રિક્વેસ્ટ કરી રહૃાાં છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટની વેક્સિન તેમના દેશોમાં પણ સપ્લાઈ કરવામાં આવે. અમે દરેકને ખુશ કરવા માંગીએ છીએ. આપણે આપણા લોકો અને દેશનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમે સાઉથ આફ્રીકા અને સાઉથ અમેરિકામાં વેક્સિન સપ્લાઈ કરવાની કોશિશ કરી રહૃાાં છે. અમે દરેક જગ્યાએ કઈકને કઈક કરી રહૃાાં છે. દર મહિને ૭થી ૮ કરોડ ડોઝ તૈયાર કરીશું. ભારત અને વિદેશોમાં આમાંથી કેટલા ડોઝ આપવામાં આવશે, તે યોજના પર કામ ચાલી રહૃાું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે યોજના બનાવી છે. અમે પણ ટ્રક, વાન અને કોલ્ડ સ્ટોરેજ માટે પ્રાઈવેટ પ્લેયર્સ સાથે પાર્ટનરશીપ કરી છે.