અંબાણીને ધમકી આપી હોવાનો કે નાણાની માંગણી કરી હોવાનો જૈશુલહિન્દ સંગઠનનો ઇન્કાર

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

પોલીસે પણ આતંકવાદી કૃત્ય હોવાનું નકાર્યુ

મુંબઇમાં કોર્પોરેટ માંધાતા મુકેશ અંબાણીના આવાસ પાસેથી મળેલી કારના પ્રકરણમાં તપાસ આગળ વધી રહી છે તેમ નવા નવા ફણગા ફુટતા જાય છે. કોઇ જૈશુલહિન્દ નામના સંગઠને ધમકી આપી અંબાણી પાસેથી નાણાની માંગણી કરી હોવાનું અગાઉ જાહેર થયું હતું. ત્યાં અચાનક આજે એ સંગઠને નવો પત્ર બહાર પાડીને કોઇ ધમકી આપ્યાનો ઇન્કાર કર્યો છે અને જણાવ્યું છે કે, અમારી લડાઇ અંબાણી સામે નથી. અમે કોઇ ધમકી આપી નથી કે નાણા માંગ્યા નથી. જે કહેવાતો ધમકી પત્ર મળ્યો છે. તેની સાથે અમારે કોઇ સંબંધ નથી. અમારી લડાઇ સરીયત માટે છે.

ગઇકાલે આ સંગઠનના નામે એવો પત્ર આવ્યો હતો કે, જીલેટીક ભરેલી કાર આ જુથ દ્વારા મુકવામાં આવી હતી. ત્યાં આજે ખુદ આ સંગઠને ચોખવટ કરતા અંબાણી આવાસની કારનું આખુ પ્રકરણ વધુ ધુચવાયુ છે. પોલીસ તપાસમાં હજી કોઇ નક્કર માહિતી બહાર આવી નથી. મુંબઇના ડે.પોલીસ કમિશનરે પણ કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો.