સાત વર્ષમાં એલપીજીનો ભાવ ડબલ: મળતી સબસિડી પણ ખતમ

છેલ્લા 32 દિવસમાં ભાવમાં 125 રૂપિયાનો વધારો : છેલ્લા સાત વર્ષમાં ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈને 819 રૂપિયા થઈ: 1 માર્ચ, 2014ના રોજ ગેસ સિલિન્ડરનો ભાવ 410.50 રૂપિયા હતો

રાંધણ ગેસ અથવા ન્ભ્ઞ્ની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઈ ગઈ છે. વધતા જઈ રહેલા ભાવની સાથે-સાથે મળતી સબસિડી પણ ખતમ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ લેખિતમાં આપતા કહ્યું કે, ભારત સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી ટેકસ વસૂલાત આ સમયગાળા દરમિયાન વધેલા ટેકસના પરિણામે સાડા ચાર ગણો વધ્યો છે. સોમવારે વધતા જતા ઈંધણના ભાવ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ અનુસાર, 2014ના પહેલી માર્ચે કઙૠ સિલિન્ડરનો ભાવ 410.50 રૂપિયા હતો અને આ મહિને તે વધીને 819 રૂપિયા થયો છે. આ ભાવ દિલ્હીના છે અને અન્ય રાજયમાં તે ટેકસ પ્રમાણે બદલાય છે. માત્ર છેલ્લા 32 દિવસમાં કઙૠ સિલિન્ડરનો ભાવ 125 રૂપિયા વધ્યો છે, જેના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગના પરિવારના બજેટને ફટકો પડ્યો છે.

વધતા જઈ રહેલા ઈંધણના ભાવ અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલના ભાવ ક્રમશ: 26 જૂન, 2010 અને 19 ઓકટોબર, 2014થી નિયંત્રિત થઈ ગયા હતા. રિટેલરોએ પઆંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના ભાવ, રુપિયાના વિનિમય દર, કરનું માળખું તેમજ અન્ય ખર્ચ તત્વોથની સાથે ભાવ નક્કી કર્યા હતા. રિટેલ ભાવ પ્રમાણે, 2013માં ઈંધણના વેચાણથી થયેલી આવક 52,537 કરોડ રૂપિયા હતી, જે 2019-20માં વધીને 2.13 લાખ કરોડ થઈ હતી અને માત્ર 11 મહિનામાં જ એટલે કે 2020-21માં તે 2.98 લાખ કરોડ થઈ છે. પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર એકસાઈઝ ડ્યૂટી લાગે છે. 2018માં પેટ્રોલ પરની એકસાઈઝ ડ્યૂટી 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયા હતી. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારનું પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યૂઅલ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલ પરનું કુલ એકસાઈઝ કલેકશન 2016-17માં 2.37 કરોડ રૂપિયા હતું, જે એપ્રિલ-જાન્યુઆરી 2020-21માં વધીને 3 લાખ કરોડ રૂપિયા થયું છે.