શિયાળામાં કુણો લાગુ છું અને હવે ફેરવી લો છો મોઢું

કેન્દ્રની હીટવેવ ગાઈડલાઈન્સ ...
કેન્દ્રની હીટવેવ ગાઈડલાઈન્સ ...

સુરજ પૂછે છે આ તે કેવી વિડંબણા

શિયાળામાં પગથી માથા સુધી શરીર ઢાકીને આપણે આકરી ઠંડીથી વ્યાયમ કરીએ છીએ અને તડકો પણ આપણે કેવો કુણો અને મીઠો લાગે છે, જેવો તડકો નીકળે એટલે આપણને સુરજદાદા વ્હાલા વ્હાલા લાગે છે પણ જેવો શિયાળો વિદાયલેવા માંડે અને ઉનાળામાં પગરણ થવા માંડે એટલે ફરી આખું શરીર નહી તો મોઢું અને માથું ઢાકીને બહાર નીકળવાની ફરજ પડે છે. ત્યારે સુરજદાદા મલકીને આવો સવાલ જરૂર પૂછતા હશે કે આ તે કેવી વિડંબણા છે ? શિયાળામાં મારી આતુરતાથી રાહ જોનારાને હવે હું કેવો આકરો લાગુ છું ? મને જોઇને માથું અને ચહેરો ખોલ્લી નાખનારો માનવી હું સહેજ તપુ એટલે મોઢું ફેરી લે છે. શું માણસ આવો નગુણો છે ? !…

શિયાળો અને ઉનાળો જાણે કે જીવનની વરવી વાસ્તવિકતાના બે ભાગ છે. તપે તો પણ મોઢું ઢાંકવું અને નમે તોય મોઢું ઢાંકવું . આ જ છે જીવનની હકીકત.