રાજ્યમાં બે વર્ષમાં ૧૪,૪૧૦ લોકોએ કર્યો આપઘાત, રોજ દુષ્કર્મની ૪થી વધુ ઘટનાઓ

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

બે વર્ષમાં ૧૫૨૦ લૂંટ અને ૧૯૪૪ હત્યાના બનાવ બન્યા

બે વર્ષમાં હત્યાના પ્રયાસની ૧૮૫૩ ઘટના નોંધાઈ, બે વર્ષમાં રાયોટીંગના ૨૫૮૯ ગુનાઓ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા

પોલિસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર ૪૦૪૩ આરોપીઓની ધરપકડ કરી

ગુજરાતનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. અને વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પુછવામાં આવેલાં સવાલોનાં સરકાર જવાબો આપી રહી છે. તેવામાં વિધાનસભામાં ગુજરાત સરકારે દુષ્કર્મ, આપઘાત સહિતની ગુનાખોરીની ઘટનાઓ અંગે આંકડાઓ જાહેર કર્યાં છે. આ તમામ આંકડાઓ ચોંકાવનારા છે. ગુજરાતમાં દેનિક દૃુષ્કર્મની ચારથી વધુ ઘટનાઓ બને છે. વિધાનસભામાં ગુજરાત સરકારે આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું, કે ગુજરાતમાં દૃુષ્કર્મની દેનિક ૪ કરતાં વધુ ઘટનાઓ નોંધાઈ છે.

આ ઉપરાંત ગુજરાતમાં દરરોજ બે લૂંટ, ૩ હત્યા અને ૩૦ ચોરીની ઘટનાઓ બને છે. તેમજ રાજ્યમાં દેનિક અપહરણની ૭ ઘટનાઓ અને આપઘાતનાં ૨૦ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. અને ગુજરાતમાં બે વર્ષમાં દૃુષ્કર્મની ૩૦૯૫ ઘટનાઓ બની છે. આ ઉપરાંત સરકારે જાહેર કર્યું હતું કે, બે વર્ષમાં ૧૫૨૦ લૂંટ અને ૧૯૪૪ હત્યાના બનાવ બન્યા છે. તેમજ ગુજરાતમાં બે વર્ષમાં ૧૪૪૧૦ લોકોએ આપઘાત કર્યો છે.

બે વર્ષમાં હત્યાના પ્રયાસની ૧૮૫૩ ઘટના નોંધાઈ છે. જ્યારે બે વર્ષમાં રાયોટીંગના ૨૫૮૯ ગુનાઓ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. આકસ્મિક મૃત્યુ ના ૨૭૧૪૮, અપમૃત્યુ ના ૪૧૪૯૩ બનાવો નોંધાયા, રાજ્યમાં ખૂનની કોશિશના ૧૮૫૨૩ ઘટનાઓ નોંધાઇ, પોલિસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર ૪૦૪૩ આરોપીઓની ધરપકડ કરી છે.