બજેટ ૨૦૨૧: રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

આ વખતેના બજેટમાં ૧૦૦૦ કરોડની વધારાની જોગવાઈઓ

ગુજરાતમાં આજે નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, પીએમ માતૃવંદના યોજના માટે ૬૬ કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે ૮૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે ૨ હજાર ૬૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા માટે ૪ હજાર ૩૫૩ કારોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વખતેના બજેટમાં ૧૦૦૦ કરોડની વધારાની જોગવાઈઓ કરાઈ છે.

નાણાંમંત્રીએ કહૃાું કે, ૨૦ સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. આ સાથે સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા ૨૫ કરોડ આપવામાં આવશે. નવી ૧૫૦ એમ્બ્યુલન્સ માટે ૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે આ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ઉમેરાશે. ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે ૧૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે ૫૦ કરોડ ફાળવવામાં આવશે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહૃાુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્ર્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્ર્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે ૬૫૨ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.