૨૦૧૪માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર ગૂંચમાં: સરકારે કબુલ્યું

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

રાજ્ય સરકારે ૨૦૧૪માં ચીન સાથે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો, પણ કાયદાકીય બાબતોને કારણે એ હાલમાં ગૂંચવણમાં પડ્યો હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. સાણંદ નજીક ૨૦૦ હેકટર જમીન સામે ૫૫ હેકટર જમીન કરાઈ સંપાદન.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં રાજ્ય સરકારે જ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં છેલ્લાં ૨ વર્ષમાં ૧૯૮.૩૦ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. ૩.૬૫ કરોડનો દેશી દારૂ, ૧૩.૧૮ કરોડનો બિયર ઝડપાયો, ૬૮.૬૦ કરોડની કિંમતનો અફીણ-ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો. ૬૭ દિવસના લોકડાઉન છતાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં વધુ દારૂનો જથ્થો પકડાયો.