રાજ્યના ખેડુતોને દિવસે વીજળી આપવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયને આવકારતા ભુપતભાઈ બોદર

રાજ્યના ખેડુતોને દિવસે વીજળી આપવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયને આવકારતા ભુપતભાઈ બોદર
રાજ્યના ખેડુતોને દિવસે વીજળી આપવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયને આવકારતા ભુપતભાઈ બોદર
રાજકોટ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજયના ખેડૂતો માટે ડીસેમ્બર 2024 સુધી મા રાજ્ય ના ખેડુતોને દિવસે વિજળી આપવાના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા જણાવેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સર્વસમાવેશક અને સર્વવ્યાપક વિકાસ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયની ભાજપ સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શીખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે.ભાજપ સરકાર ઘ્વારા ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ર્ચિત થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે ત્યારે વિશ્ર્વાસથી વિકાસ તરફ મજબુત કદમ સાથે આગળ વધી રહેલી રાજયની ડબલ એન્જનવાળી ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઘ્વારા ખેડૂત અને ખેતીને વધુ સમૃધ્ધ બનાવવા અનેકવિધ પગલા લેવાઈ રહયા છે, પ્રાકૃતીક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે, ખેડૂતોને વીજજોડાણ તેમજ રાહતદરે વીજળી પુરી પાડવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિસેમ્બર 2024 થી રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય જાહેર કરેલ છે.

Read National News : Click Here

આ નિર્ણયથી રાજ્યમાં ખેતપેદાશના ઉત્પાદનમાં વધારો થશે અને ખેતી તથા ખેડુતો વધુ સમૃદ્ધ થશે ત્યારે રાજયભરના ખેડૂતવર્ગમાં રાજય સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં ખુશાલી વ્યાપી ગઈ છે ત્યારે રાજય સરકાર ઘ્વારા વધુ એક  ખેડૂતહીતલક્ષી નિર્ણયને આવકારી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ખેતી અને ખેડુતોલક્ષી નિર્ણય ને આવકાયોઁ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here