રાજયમાં PPP મોડેલ પર નવા સીએનજી સ્ટેશનો વિકસાવાશે

રાજયમાં PPP મોડેલ પર નવા સીએનજી સ્ટેશનો વિકસાવાશે
રાજયમાં PPP મોડેલ પર નવા સીએનજી સ્ટેશનો વિકસાવાશે
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા પીપીપી મોડલથી સીએનજી સ્ટેશન વિકસાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યમાં ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ- ઋઉઘઉઘ સીએનજી સ્કીમને મંજૂરી આપી છે.આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં, યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે.સીએનજી જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ યોજનાને મંજુરી આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલમુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ અન્વયે ગેસ આધારિત ઇકોનોમીને વેગ આપવાની વિવિધ પહેલ રાજ્ય સરકારે કરી છે. દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ સમગ્ર રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્ક ફેલાયેલું છે તથા બહુધા જિલ્લાઓ આ ગેસ નેટવર્કથી જોડાયેલા છે.

આ ઉપરાંત ગુજરાત 1002 જેટલા સીએનજીસ્ટેશન સાથે દેશમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીએનજી સ્ટેશન્સનો વ્યાપ વધારવા અને ઈગૠ વાહન ધારકોને સરળતાએ સીએનજી બળતણ ઉપલબ્ધ થાય તેવા આશાયે આ ફુલ ડીલર ઓન્ડ ઓપરેટેડ સ્કીમ પીપીપી મોડેલ પર રાજ્યમાં શરૂ કરવાની અનુમતિ આપી છે.આ યોજના અન્વયે સીએનજી  સ્ટેશન ઊભું કરવા માટે જમીનને લગતી મંજૂરી લેવાની તથા દસ્તાવેજ કરાવવાની સંપૂર્ણ જવાબદારી ડીલરની રહેશે. સીએનજી સ્ટેશનમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડના સ્પેસિફિકેશન અનુસાર સ્ટેશન સેટઅપ ,બાંધકામ થતા મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કામ પણ ડીલરે જ કરાવવાનું રહેશે.

Read National News : Click Here

એટલું જ નહીં, સીએનજી ઇક્વિપમેન્ટ માટે જરૂરી કોમ્પ્રેસર, કાસકેડ, સીએનજી ડિસ્પેન્સર, ટ્યુબિંગ્સ, વગેરે ખરીદીને તેને ફીટ કરવાનું તેમજ ચાલુ કરવાનું પણ ડીલરના શિરે રહેશે.ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ અંદાજે 3050 કિલોમીટરના સ્ટીલ નેટવર્કથી ડીલરના ઓનલાઈન સ્ટેશને ગેસ પહોંચાડશે.જ્યાં આવો ઓનલાઇન ગેસ પહોંચી શકે નહીં તેવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશનને ડીલરના લાઈટ, મીડીયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલને અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન કે બુસ્ટર કોમ્પ્રેસર વિના સીએનજી પૂરો પાડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here