માતાના મઢ-કચ્છના વિકાસ માટે 25 કરોડની ફાળવણી

રાજય સરકાર દ્વારા આજે રૂપિયા 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી નીતિનભાઇ પટેલએ પ્રવાસન માટે રૂ.488 કરોડ, યાત્રાધામ માટે 154 કરોડની ફાળવવામાં આવ્યા છે. માતાના મઢ-કચ્છના વિકાસ માટે રૂપિયા 26 કરોડ ફાળવવામાં આવતા લોકો ખુશ-ખુશાલ થયા છે. જનતા પર વધારાનો કોઇ વેરો નહીં લાદવામાં આવતા લોકોને મોટી રાહત થઇ છે. સરકારે ફાયર સેફટી માટે 39 કરોડની ફાળવણી કરી છે. ગરીબ પરિવારોનો જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં એક લીટર ખાદ્યતેલ વિનામુલ્યે આપવાની જાહેરાત થઇ છે. માતાના મઢ-કચ્છના વિકાસ માટે રૂપિયા 25 કરોડ, બહુચરાજીના વિકાસ માટે રૂપિયા 10 કરોડની ફાળવણી કરી છે. સરકારે પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂપિયા 488 કરોડ અને યાત્રાધામના વિકાસ માટે રૂપિયા 154 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.