બ્રહ્મસમાજના તમામ તળગોળના શ્રેષ્ઠીઓ ભાગવત સપ્તાહના મંગલ અવસરને દીપાવશે

બ્રહ્મસમાજના તમામ તળગોળના શ્રેષ્ઠીઓ ભાગવત સપ્તાહના મંગલ અવસરને દીપાવશે
બ્રહ્મસમાજના તમામ તળગોળના શ્રેષ્ઠીઓ ભાગવત સપ્તાહના મંગલ અવસરને દીપાવશે
પૂ રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા રાજકોટના આંગણે તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. કથાના આ મંગલ કાર્યમાં તમામ સમાજ, વિવિધ જ્ઞાતીઓ જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કથા અઢારેય વર્ણ ની કથા બની રહેશે .રાજકોટ-સૌરાષ્ટ્ર માટે એક અનેરો અવસર જયારે આકાર લઇ રહ્યો છે ત્યારે તમામ સમાજ અને વર્ગને એના આયોજનમાં જોડવાનો પ્રયાસ કથા આયોજન સમિતિએ કર્યો છે.શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ અને સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાના નિમંત્રણ અને આયોજન અંગે ની પૂર્વ તૈયારી માટે એક વિશાળ મીટીંગ નું આયોજન કરેલ હતું. રાજકોટના બ્રહ્મ સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સર્વાનુમતે સૌ કોઈએ આ વિરાટ આયોજનને પોતાનું ગણીને કામે લાગી જવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા આયોજિત થઇ રહેલ ભાગવત સપ્તાહના આ દિવ્ય અને ભવ્ય કાર્યને એક અવસર બનાવી આપણે સૌ એ ઉત્સાહભેર વધાવવાનું છે અને કથાના દીવસો ભાવ સભર અને અત્યંત આનંદદાયક બની રહે એમ સંપૂર્ણ રીતે સહભાગી થઈને કાર્ય કરવાની લાગણી બ્રહ્મ સમાજે વ્યક્ત કરી હતી તેમ જ આ સત્કાર્ય માં ઉપસ્થિત રહેવા તમામને જણાવ્યું હતું. દરેક સમાજ સપ્તાહના આ મંગલ કાર્યમાં માં આનંદથી ભાગ લેશે. આ મીટીંગ સમસ્ત બ્રહ્મ પ્રમુખ  દર્શીતભાઈ જાની, મોભી કશ્યપભાઈ શુક્લ (બ્રહ્મ અગ્રણી) તથા વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના ટ્રસ્ટી કૌશિકભાઈ શુક્લના વડપણ હેઠળ આયોજિત થઇ હતી. કૌશિકભાઈ શુક્લ એ રામભાઈ મોકારીયાના યજમાનપદે યોજાનાર શ્રી ભાગવત સપ્તાહના અનેરા અવસરમાં બ્રાહ્મણ જ્ઞાતિના રાજકોટમાં વસતા નાગરિકોને ઉપસ્થિત રહેવા તથા ઘર ઘર સુધી આ સપ્તાહનું નિમંત્રણ પાઠવવા માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા, જાણીતા ભાગવત આચાર્ય અશોકભાઈ ભટ્ટ તથા જીજ્ઞાબેન શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રત્યેકને આશીર્વચન પાઠવ્યા હતા અને કથાના પ્રત્યેક પ્રસંગમાં જોડાવા અને સંપૂર્ણ કથા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડવા સમગ્ર બ્રહ્મ સમાજને અનુરોધ કરેલો હતો તથા આ મીટીંગમાં આદરણીય હિરેનભાઈ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.દર્શીતભાઈ જાની(પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ) એ બ્રહ્મ સમાજ ના પ્રમુખ આગેવાનો, મહાનુભાવો અને તમામ  ભાઈઓ બહેનો નું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું અને સપ્તાહ દરમિયાન હાજર રહેવા અપીલ કરી હતી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન ઉમેશભાઈ રાજ્યગુરૂએ બ્રહ્મસમાજના તરગોળના જવાબદાર લોકો તેમ જ હોદેદારો ને સમય ફાળવવા અપીલ કરી હતી. ડો.હેમાંગ વસાવડા એ આપણેસૌ ભગવાનાના દાસ બનીને આ કથામાં સેવા આપીએ તેવી અપીલ સૌ જ્ઞાતિ સમાજ ને કરી હતી. ડો.પ્રકાશભાઈ મોઢા દ્વારા સમસ્ત સપ્તાહ દરમિયાન મેડીકલ સહયોગ આપવાની ખાતરી આપી હતી તેમ જ તેઓએ કોઈ પણ પ્રકારની તાત્કાલિક સારવાર માટે પોતાની એમ્બ્યુલન્સ પણ સપ્તાહ દરમિયાન હાજર રહેશે એમ જણાવ્યું હતું. સમસ્ત મીટીંગ નું સંચાલન બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ અને શૈલેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતું.

Read National News : Click Here

આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ  સુરેશભાઈ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ), જાણીતા ઉદ્યોગપતિ મનીષભાઈ મદેકા (રોલેક્સ ઈન્સ્ટ્રીઝ), સૌરાષ્ટ્રના જાણીતા ન્યૂરો સર્જન સર્વ ડો. પ્રકાશ મોઢા, ડો રાજેન્દ્ર ત્રિવેદી, ડો હેમાંગભાઈ વસાવડા, જીતુભાઇ મહેતા, હિરેનભાઈ મેહતા, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી ડો. માધવભાઈ દવે, જાણીતા ઉદ્યોગપતિ  દિનેશભાઇ પંડ્યા, ધીરુભાઈ મહેતા, બંકિમભાઈ મહેતા, પંચનાથ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટ પાઠક, રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી પી.સી.વ્યાસ, સુદીપભાઈ મહેતા, જાણીતા એડવોકેટ ડો. પરેશ ઠાકર,  ભાજપના અગ્રણી મનીષભાઈ ભટ્ટ વિવિધ તળગોળના પ્રમુખઓ વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. આ સિવાય પૂર્વમંત્રી ઉમેશભાઈ રાજગુરુ, જીતુભાઈ મહેતા તથા નરેન્દ્રભાઈ દવે એ પોતાનો કીમતી સમય આપી હાજરી આપી હતી અને તમામ પ્રકારે સહયોગની લાગણી વ્યક્ત કરેલ હતી. આ ઉપરાંત દીપકભાઈ પંડ્યા(મહામંત્રી બ્રહ્મસમાજ), જનાર્દન ભાઈ આચાર્ય, વિપુલભાઈ શુક્લ, અતુલભાઈ વ્યાસ, નલીનભાઈ જોશી, કમલેશભાઈ ત્રિવેદી, જયેશભાઈ ઉપાધ્યાય, સુરભી બેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, નીલમબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા  હતા.

આ સમગ્ર કાર્યક્રમની ભવ્ય વ્યવસ્થા બ્રહ્મસમાજ ની ટીમે ઉપાડી હતી. અને સર્વાનુમતે સૌ કોઈએ આ વિરાટ આયોજનને પોતાનું ગણીને કામે લાગી જવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો તેમ જ સંપૂર્ણ રીતે સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરેલ હતી.શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન  રામભાઈ મોકરીયાએ આમંત્રિત સૌ મહેમાન આગેવાનો ને તેમ જ રાજકોટ/સૌરાષ્ટ્ર ની જાહેર જનતા ને ભાવપૂર્વક જાહેર આમંત્રણ પાઠવેલ તેમ જ તમામને શક્ય બને તેટલી મોટી સંખ્યામાં ભાગવત સપ્તાહના મંગલ અવસર દરમિયાન ઉપસ્થિત રહેવા માટે આગ્રહ કર્યો હતો. રામભાઈ મોકરીયાએ કથાના અદભુત આયોજન વિષે જાણકારી આપી હતી તેમ જ કથામાં રજુ થવાના સંસ્કૃતિક કાર્યક્રમો અને કથા દરમિયાન આયોજિત ધાર્મિક પ્રસંગોની માહિતી આપી અને દરેક અવસરમાં હાજર રહી આ અમુલ્ય મંગલ અવસરનો લહાવો લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here