‘નોકરીથી કંટાળ્યો છું લખી બારડોલીના યુવકે લગાવી મોતની છલાંગ

બારડોલી નગરના ૩૩ વર્ષીય યુવકે સવારે નોકરીએ જાવ છુ એમ કહી ઘરેથી નીકળ્યા બાદ બારડોલી પલસાણા રોડ પર આવેલ મીંધોળા નદીના પુલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટુકાવ્યૂ છે. યુવકે નદીમાં કુદવા પહેલા પોતાની બેગમાં સુસાઇડ નોટ લખી હતી. બનાવની જાણ થતાં જ બારડોલી નગરમાં ચકચાર મચી છે. બારડોલી નગરના ધામદોડ રોડ પર આવેલ સરદાર વિલા સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય રિતેશ હશમુખભાઇ ટેલર પ્રાઈવેટ કંપનીમાં નોકરીથી કંટાળી ગયો હતો

અને સરકારી નિકારી ન મળતા પરેશાન રહેતો હતો. શનિવારના રોજ રિતેશભાઈ નોકરીએ જવા માટે પલસાણા નીકળવા પહેલા પત્ની સાથે શાકભાજી ખરીદવા પણ ગયા હોવાનું જાણવા મળે છે શાકભાજી લઈ પત્નીને ઘરે મૂક્યા બાદ નોકરીના ટેન્શનમા રહેતા રિતેશભાઈએ બારડોલી પલસાણા હાઇવે પર આવેલ મીંઢોળા નદીના પુલ નજીક પોતાની બાઇક અને મોબાઈલ ફોન તેમજ બેગ અને બેગની અંદર સ્યૂસાઇડ નોટ લખીને મૂકી હોવાનું ચર્ચાઇ રહૃાું છે.

જે સ્યૂસાઇડ નોટ બારડોલી પોલીસે કબજે લીધી હોવાનું જાણવા મળે છે. રિતેશભાઈએ પુલ પરથી નદીમાં મોતની છલંગ લગાવી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા બારડોલી ફાયરની ટીમે ગણતરીના કલાકોમાં રિતેશભાઈનો મૃત દેહ શોધી નદીમાથી બહાર કાઢી પી.એમ માટે મોકલવામાં આવ્યો હતો બનાવ અંગે બારડોલી પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રિતેશભાઈએ લખેલ સ્યૂસાઇડ નોટમાં જણાવ્યા મુજબ હું સારો પતિ કે સારો પિતા બની શક્યો નથી મારા પુત્રનું ધ્યાન રાખજો મને ખાનગી કંપનીમાં નોકરીનું ટેન્શન રહે છે સરકારી નોકરી મળી શકી નથી મને રાત્રે ઊંઘ પણ નથી આવતી જેવુ લખાણ લખ્યું હોવાની માહિતી મળી રહી છે.