ઘેલા સોમનાથમાં શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે

ઘેલા સોમનાથમાં શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે
ઘેલા સોમનાથમાં શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર શ્રવણ માસની ભવ્યતાથી ઉજવણી કરવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલના જણાવ્યા મુજબ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ભવ્યતાથી શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવવાની છે. આ પ્રસંગે તારીખ 17-8 ને ગુરુવારે સાંજે 5:30 કલાકે શ્રાવણ માસના મેળાનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતબા જાડેજા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના ઉપસ્થિત રહેશે. તારીખ 17-8 ને ગુરૂવારે રાત્રે 9 કલાકે લોકડાયરો યોજાશે જેમાં દેવાયત ખવડ, લલિતા ઘોડાદ્રા, જયદેવ ગોસાઈ તથા સાંઈરામ દવે સહિતના કલાકારો રમઝટ બોલાવશે. ઘેલા સોમનાથ ખાતે 27-8-23 થી 4-9-23 દરમિયાન શિવ કથા યોજાશે જેમાં પ્રકાશગીરી બાપુ ખડોલ વાળા કથાનું રસપાન કરાવશે. તારીખ 27-8-23 ને બપોરે ત્રણ કલાકે પોથીયાત્રા યોજાશે.  4 કલાકે કથા પ્રારંભ થશે. 29-8 ને મંગળવારે સાંજના 6 કલાકે સતી પ્રાગટ્ય તા.31-8  ને ગુરુવારે સાંજે 6 કલાકે શિવ વિવાહ તા.1-9-23 ને શુક્રવારે સાંજે 6 કલાકે ગણેશ પ્રાગટ્ય.

તારીખ 2-9-23 ને શનિવારે સાંજે છ કલાકે કૃષ્ણ પ્રાગટ્ય નંદ મહોત્સવ, તારીખ 4-9-23 ને સવારે 9 કલાકે દ્વાદશ જ્યોતિર્લિંગ કથા પાર્થેશ્ર્વર પૂજન યોજાશે. કથાનો સમય સાંજે 4 થી 7 નો રહેશે તારીખ 27-8-2023 ને રવિવારે સવારે 10:30 કલાકે ધર્મ સભા યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઇન્દ્રભારતીબાપુ, મહેન્દ્રાનંદ ગીરીબાપુ, સ્વરૂપાનંદ સરસ્વતી બાપુ, કિશોરપુરીબાપુ, ચેતનપુરીબાપુ, અશ્ર્વિનગીરીબાપુ, જયસુખપુરી બાપુ, રાજેન્દ્રગીરીબાપુ, વિક્રમગીરીબાપુ, હરિહરાનંદ ગીરીબાપુ, મુક્તાનંદબાપુ, આરૂણી ભગત, ભારદ્વાજ ગીરીબાપુ, નીરુબાપુ, હરિરામબાપુ, ઇશ્ર્વરપુરી માતાજી, રમજુબાપુ, જયદેવદાસ બાપુ, નિર્મળાનંદ બાપુ,  દુર્ગાદાસ બાપુ,  નામદેવ ભગત, ગોપાલદાસ બાપુ, ભયલુબાપુ, હસુપુરીબાપુ સહિતના સૌરાષ્ટ્રના અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે. શ્રાવણ માસના ચારેય સોમવારે સાંજે 4 કલાકે ભગવાન ઘેલા સોમનાથને પ્રાચીન ઘેલો નદીમ સ્નાન કરાવીને ત્યારબાદ તેની વિશેષ પૂજા તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

તારીખ 21-8-2023  ને સોમવારે રાત્રે 9  કલાકે સંતવાણી, તા. 28-8-23  ને સોમવારે રાત્રે 9 કલાકે શિવ ધૂન, તારીખ 4-9-2023 ને સોમવારે રાત્રે 9  કલાકે શિવ તાંડવ તથા તારીખ 11-9-23 ને સોમવારે રાત્રે 9 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તારીખ 6-9-23 ને સાંજે 4 કલાકે નાગા સન્યાસીઓની રવેડી યોજાશે. તારીખ 6-9-23  ને બુધવારે રાત્રે 9 કલાકે દ્વિતીય લોકડાયરો યોજાશે. જેમાં બીરજુ બારોટ, હકાભા ગઢવી, પુનમબેન ગોંડલીયા તથા પિયુષભાઈ જોગદીયા રમઝટ બોલાવશે. તારીખ 7-9-23 ને ગુરુવારે જન્માષ્ટમીના દિવસે  રાત્રે 9 કલાકે રાસ ગરબા યોજાશે તથા રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મ યોજાશે તારીખ 6-9 ને બુધવારે સાંજે 7:30 કલાકે દાતા સન્માન સમારોહ યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કુવરજીભાઈ બાવળિયા તેમજ રાજકોટ કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહેશે.સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે દર્શને આવતા તમામ યાત્રિકો માટે ચા પાણી તેમજ બંને ટાઈમ ભોજન પ્રસાદ તેમજ બ્રાહ્મણો માટે દરરોજ બ્રહ્મચોર્યાસી સહિતના વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની નજીક જુદા જુદા સ્થળે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here