ગોધરા-દાહોદ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

ગોધરા-દાહોદ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
ગોધરા-દાહોદ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
ગોધરા-દાહોદ હાઇવે ઉપર એક બસએ અન્ય બસને ટક્કર મારી છે, જેમાં બસમાં સવારે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છેરાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. બેફામ ડ્રાઈવ, ઓવર સ્પીડ હોય કે અન્ય પરંતુ અવાર નવાર રોડ અકસ્માતમાં નિર્દોષ લોકોના મૃત્યુ થતાં હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે ફરી એકવાર રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર રોડ અકસ્માતની દુર્ઘટના ઘટી છે. મંગળવાર ગોઝારો સાબિત થયો છે. ગોધરા દાહોદ હાઇવે ઉપર ગોઝારા અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. મોડી રાતે ગોધરા-દાહોદ હાઈવે પર રસ્તા પર ઉભેલી લક્ઝરી બસને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

4 લોકોના કમકમાટી ભર્યા મોત

ગોધરા-દાહોદ હાઇવે ઉપર એક બસએ અન્ય બસને ટક્કર મારી છે. જેમાં ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં સવારે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી ઇન્દોર જતી બસ હતી. બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા રોકી દેવાઈ હતી અને હાઇવે ઉપર જ પાર્ક કરી કામગીરી કરાઈ રહી હતી. તે સમય અચાનક અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી. ગોધરા દાહોદ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

Read National News : Click Here

પોલીસ કાફલો ઘટનાસ્થળે

રોડ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here