આજે મહાશિવરાત્રી: શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ

મહાશિવરાત્રી પર ૧૦૧ વર્ષ બાદ રચાયો ઊત સંયોગ

મહાશિવરાત્રિ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી સારો દિવસ છે. આ દિવસે ભોલેનાથના ઉપાસક તેમની વિશેષ પૂજા અર્ચના કરીને મનોવાંછિત ફળોની પ્રાપ્તિ કરી શકે છે. આ વર્ષે શિવ પર્વ ખુબજ ખાસ છે. મહાશિવરાત્રીએ ૧૦૧ વર્ષ પછી વિશેષ સંયોગ રચાઇ રહૃાો છે. જ્યોતિષવિદોનું કહેવુ છે કે મહાશિવરાત્રીએ શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ છે. આથી આ તહેવારનું મહત્વ વધી ગયુ છે. આ શુભ યોગથી મહાશિવરાત્રીની પૂજા કરવાથી વિશેષ લાભની પ્રાપ્તી થાય છે.

ફાગણ માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી યુક્ત ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે. ૧૧ માર્ચ ગુરૂવારે ત્રયોદશી અને ચતુર્દશી છે. આ દિવસે શિવ યોગ, સિદ્ધિ યોગ અને ઘનિષ્ઠા નક્ષત્ર હોવાથી ખુબજ દૃુર્લભ સંયોગ રચાઇ રહૃાો છે. મહાશિવરાત્રીએ આવી સંયોગ ૧૦૧ વર્ષ પછી રચાયો છે. હિન્દૃુ ધર્મની માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે થયા હતા. ભોલેનાથના વિવાહમાં દેવી દેવતાઓ સહિત દાનવ, કિન્નર, ગંધર્વ, ભૂત,પિશાચ પણ સામેલ હતા. મહાશિવરાત્રી પર શિવિંલગને ગંગાજળ, દૃૂધ, ઘી, મધ અને સાકરનું મિશ્રણ કરી એટલેકે પંચામૃતથી સ્નાન કરાવો. ફાગણ માસની વદ ચૌદશે સંસારના કલ્યાણ હેતુ શિવિંલગનું પ્રાગટ્ય થયુ.

ત્રણ સંયોગોનું મુહૂર્ત:-

૧૧ માર્ચ સવારે ૯:૨૪ સુધી શિવ યોગ રહેશે. સિદ્ધિ યોગ લાગી જશે જે ૧૨ માર્ચ સવારે ૮:૨૯ સુધી રહેશે. શિવ યોગમાં કરેલા તમામ મંત્ર શુભદાયક ફળ આપશે. ત્યારબાદ ૯:૪૫ સુધી ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે.

મહાશિવરાત્રીની પૂજા વિધી:-

વહેલી સવારે ઉઠીને સ્નાન કરો માટીના વાસણમાં પાણી અથવા દૃૂધ ભરો અને તેના ઉપર બિલ્વપત્ર ચડાવો. ધતુરાના ફૂલ ચડાવો. ત્યારબાદ શિવિંલગ પર અભિષેક કરો. જો તમે શિવ મંદિરમાં જઈ શકતા નથી તો તમે ઘરે માટીનું શિવિંલગ બનાવીને તેમની પૂજા કરી શકો છો. શિવ પુરાણ વાંચો અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવના પંચાક્ષર મંત્ર ? નમ: શિવાયનો જાપ કરો.