અમદાવાદમાં મહિલાને સરનામું પૂછવાના બહાને લૂંટનાર બે ઈસમોને ઝડપાયા

અમદાવાદમાં ઘરફોડ અને લૂંટના બનાવો દિવસે દિવસે વધી રહૃાાં છે. ત્યારે શહેરના સાબરમતિ વિસ્તારમાં એક મહિલાને સરનામું પૂછવાના બહાને વાતોમાં ભેળવીને સોનાના દૃાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવનાર બે ઈસમોને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં માણકી સર્કલથી ક્રિષ્ણા મેડિકલ પી.એચ.સી સેન્ટર સુધીના જાહેર રોડ પર બે અજાણ્યા ઈસમોએ એક મહિલાને સરનામું પૂછવાના બહાને વાતોમાં ભેળવી દીધી હતી.

તેમણે આ મહિલા સાથે પહેરેલી સોનાની બુટ્ટી, તથા કાનની શેર તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૪૦ હજાર રૂપિયાની મત્તાની છેતરપીંડી આચરી હતી. બાદૃમાં મહિલાએ આ બંને ઈસમો વિરૂદ્ધ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સંદૃર્ભે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને સંયુક્ત પોલીસ કમિશ્ર્નર અમિત કુમાર વિશ્ર્વકર્માએ સૂચના આપતાં તેમણે આ ગુનાની તપાસ શરુ કરી હતી.

તેમને મળેલી બાતમીને આધારે ૭મી જાન્યુઆરીએ કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે પંચો સાથે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલ આરોપીઓ ગોપાલ ચોધરી તથા વિનોદ પરમાર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે સોનાની બુટ્ટી તથા કાનમાં પહેરવાની શેર સહિત મોબાઈલ મળીને કુલ ૩૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને સાબરમતિ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યાં હતાં.