વડોદરા પાસે નેશનલ હાઈવે પર છેલ્લા ૨૪ કલાકમાં ૨ અકસ્માતમાં ૨ના મોત

કાર પલ્ટી જતાં ૧૦ વર્ષના બાળકનું મોત
કાર પલ્ટી જતાં ૧૦ વર્ષના બાળકનું મોત

વડોદૃરા શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અકસ્માતની બે ઘટનાઓ બની હતી. જેમાં નેશનલ હાઇવે નં-૪૮ ઉપર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે વાઘોડિયા બ્રિજ નજીક રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા યુવકનું મોત નિપજ્યું છે. બંને બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ૫૬ વર્ષીય દિનેશભાઇ મોહનભાઇ ભાટીયા પોતાની રીક્ષા લઈને અમદૃાવાદૃથી સુરત તરફ નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર આવેલા નિજાનંદ આશ્રમ પાસેથી પસાર થઈ રહૃાા હતા. તે દરમિયાન તેમની રીક્ષાનો કાર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો.

જેમાં રીક્ષા ચાલકે સ્ટેઈરીંગ પરથી કાબૂ ગુમાવતા કારની પાછળ ટક્કર મારી અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં રીક્ષાચાલક દિનેશભાઈને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.

આ બનાવ સંદર્ભે બાપોદ પોલીસે રીક્ષા ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુરૂવારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે વાઘોડિયા બ્રિજ પાસે સુરતથી અમદાવાદ તરફના માર્ગ પર રસ્તો ઓળંગતી વેળા અજાણ્યા વાહનચાલકે ૩૮ વર્ષીય ઉંમર ધરાવતા અજાણ્યા યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. મૃતકે જીન્સનું પેન્ટ અને સફેદ રંગની ટીશર્ટ પહેરી હતી. પાણીગેટ પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.