અમદાવાદના પકવાન બ્રિજ પર મોડી રાત્રે થયું અકસ્માત, ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવતી બસ અથડાઈ ગઈ

અમદાવાદના પકવાન બ્રિજ પર મોડી રાત્રે થયું અકસ્માત, ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવતી બસ અથડાઈ ગઈ
અમદાવાદના પકવાન બ્રિજ પર મોડી રાત્રે થયું અકસ્માત, ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવતી બસ અથડાઈ ગઈ
શહેરનો એસજી હાઈવે હવે અકસ્માત માટે નવો નથી રહ્યો ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ એસજી હાઈવે પર એક વધુ અકસ્માતની ઘટના બની છે. ગત મોડી રાત્રે હાઈવે સ્થિત પકવાન બ્રિજ પર ટ્રકનું ટાયર ફાટતાં પાછળથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી ટાયર ફાટતાં ટ્રકનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને ટ્રકને રોડની એક તરફ લઈ જતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન ટ્રાવેલ્સની બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત રાત્રે બાર વાગ્યા પછીના ગાળામાં એસજી હાઈવે પર પકવાન બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક ટ્રકનું ટાયર અચાનક ફાટી ગયું હતું. આ દરમિયાન ટ્રકનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને ટ્રકને સાઈડમાં કરી રહ્યો હતો.તે પહલાં ડ સ્ટીયરીંગ પરનું બેલેન્સ ખસી જતાં ટ્રક લાઈટના પોલ સાથે અથડાઈ હતી.આ સમયે પાછળથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. બસનો આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. અકસ્માત અંગેની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને વાહનોમાં ભારે નુકસાન થયું છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here