સુરત:પોલીસ દ્વારા શહેરના તમામ ચેક પોઇન્ટ પર વાહન ચેકિંગ સઘન કરાયું

સુરત:પોલીસ દ્વારા શહેરના તમામ ચેક પોઇન્ટ પર વાહન ચેકિંગ સઘન કરાયું
સુરત:પોલીસ દ્વારા શહેરના તમામ ચેક પોઇન્ટ પર વાહન ચેકિંગ સઘન કરાયું
આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી ના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા શહેરના તમામ ચેક પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના આદેશના પગલે શહેરના તમામ નાકા અને ચેક પોઇન્ટ પર પોલીસ દ્વારા શંકાસ્પદ જણાય આવતા વાહન ચાલકોને અટકાવી તપાસ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું નહીં પરંતુ નશાખોરોને ઝડપી પાડવા માટે બ્રેથ એનેલાઈઝર મશીન નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ડ્રગ્સનું સેવન કરતાં તત્વોને ઝડપી પાડવા આ વખતે પણ ખાસ ડ્રગ્સ ડિટેક્ટિવ કીટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં શાંતિપૂર્ણ પણ માહોલમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી ચેકીંગ સઘન કરી દેવામાં આવ્યું છે. આ માટે સુરત પોલીસ દ્વારા 4000 થી વધુ પોલીસ જવાનો, 960 હોમગાર્ડના જવાનો, 500 થી વધુ ટીઆરબી જવાનો અને ચાર જેટલી એસઆરપીની કંપની પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે. તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે સીસીટીવી અને ડ્રોન કેમેરાનો પણ સુરત પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here