PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન

PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત નાગરિક સુવિધાઓના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી અયોધ્યામાં, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચી ગયા છે જ્યારે તે વિકાસને નવી ગતિ આપશે અને અહીં મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત દેશના જુદા જુદા સ્ટેશનો પરથી ચાલતી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે તેમજ પહોળા અને બ્યુટિફાઇડ રસ્તાઓ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે. પીએમ અયોધ્યામાં રોડ શો કર્યા બાદ જનસભાને સંબોધશે. પીએમના સ્વાગત માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને 1400થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા છે.

વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ આજે મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કરશે. તેની સાથે 15700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે. તેની સાથે રિનોવેટ કરાયેલા અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે જ દેશના જુદા જુદા સ્ટેશનોથી સંચાલિત થનાર 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે. ઉત્તર ભારતમાં ધુમ્મસનો કબજો.

Read National News : Click Here

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો પર ધુમ્મસે જાણે કબજો કરી લીધો હોય તેમ જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. યુપીમાં પણ કોલ્ડવેવની ચેતવણી ઉચ્ચારમાં આવી છે. અત્યાર સુધીના અહેવાલ અનુસાર વંદે ભારત સહિત 150થી વધુ ટ્રેનો 20 કલાક કરતાં પણ વધુ સમય સુધી મોડી ચાલી રહી છે અને અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ્સ કરવાની ફરજ પડી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here