શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનાની બેઠક યોજાઈ

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનાની બેઠક યોજાઈ
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનાની બેઠક યોજાઈ
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે અને દેશનો સર્વાગી વિકાસ થાય.

Visit Saurashtra Kranti Homepage here

દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ગરીબ દેશવાસી લઈ શકે અને પોતાનો આર્થિક ઉધ્ધાર કરી શકે અને વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે અને દેશનો સર્વાગી વિકાસ થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહેલી હોય છે. આવો જ એક પ્રયાસ દેશના કારીગરો માટે એક યોજના વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં દરજી, ધોબી, ઢીગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત), વાણંદ (નાઈ), શિલ્પકાર, મુર્તિકાર, પથ્થરની કામગીરી કરનાર, ફુલોની માળા બનાવનાર, કુંભાર, કડીયા, લુહાર, સુથાર, મોચી, સોની, બાસ્કેટ મેટ સાવરણી બનાવનાર, બખ્તર બનાવનાર(આર્મરર), બોટ બનાવનાર, હથોડી અને ટુલકીટ બનાવનાર, તાળા રીપેર કરનાર સહિતના હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના લેવા માટેની પાત્રતા ધરાવનાર વ્યકિતને પીએમ વિશ્ર્વકર્મા કૌશલ યોજનાનો લાભ લઈ શકશે.આ યોજના અંતર્ગત લાભાર્થીને બૈઝીક તાલીમ રૂા.500ના સ્ટાઈપેન્ડ સાથે આપવામાં આવશે.

Read National News : Click Here

આ તાલીમ બાદ 18 મહિનાની મુદત સાથે રૂા. 1 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન મળવાપાત્ર બનશે.જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડીઝીટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે તેઓ 30 મહિનાના સમયગાળા સાથે રૂા.2 લાખ સુધીની બીજી લોન મેળવવાને પાત્ર બનશે. કારીગરોના કામને ગુણવતા પ્રમાણપત્ર, બ્રાન્ડીંગ, ઇ-કોમર્સ અને જેવા પ્લેટફોર્મ પર ઓન-બોર્ડીંગ, જાહેરાત, પ્રચાર અને અન્વ પ્રવૃતિઓના સ્વરૂપમાં માર્કેટીંગ સપોર્ટ આપવામાં આવશે. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી, ઓબીસી નિગમના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, લલીત વાડોલીયા જે.પી.ધામેચા, બાબુભાઈ માટીયા સહિતના સાથે વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here