વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી ગુજરાત દેશનું વિકાસ મોડેલ બન્યું:મંત્રી બળવંતસિંહ રાજપૂત

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી ગુજરાત દેશનું વિકાસ મોડેલ બન્યું:મંત્રી બળવંતસિંહ રાજપૂત
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી ગુજરાત દેશનું વિકાસ મોડેલ બન્યું:મંત્રી બળવંતસિંહ રાજપૂત
અમદાવાદ સ્થિત સાયન્સ સીટી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠા ભારતીય વિજ્ઞાન એક્સ્પોને ખુલ્લો મૂક્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષાના મંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત તા.21 ડિસેમ્બરથી તા.24 ડિસેમ્બર સુધી ચાર દિવસીય ચાલનારા સંમેલનમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સ યોજાશે.આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતે સૌ પ્રથમ આ સંમેલન માટે વિજ્ઞાન ભારતીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. વિજ્ઞાન એ ભારતીય સમાજના પાયાનો પથ્થર છે તથા ભારતીય સમાજની જીવનપધ્ધતિ પણ વિજ્ઞાન સાથે જોડાયેલી છે.વધુમાં મંત્રીએ ઉમેરતાં કહ્યું કે, આજે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત વિકાસ મોડેલ બન્યું. આજે સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે એવું તેમણે ઉમેર્યું હતું.આગામી વર્ષોમાં ભારત દેશ આત્મનિર્ભર અને વિશ્ર્વગુરૂ બને તે માટે ગુજરાત પોતાનો ફાળો આપવા તૈયાર છે એવું મંત્રીએ ઉમેર્યું હતું.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here