રાજસ્થાન:મતદાન દરમિયાન ફતેહપુર શેખાવાટીમાં બબાલ,બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ 

રાજસ્થાન:મતદાન દરમિયાન ફતેહપુર શેખાવાટીમાં બબાલ,બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ 
રાજસ્થાન:મતદાન દરમિયાન ફતેહપુર શેખાવાટીમાં બબાલ,બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ 
રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ફતેહપુર શેખાવાટીથી બબાલના સમાચાર આવ્યા છે. અહીં બંને જૂથો વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી.મતદાનના દિવસે જ એટલે કે,આજે બે જૂથો વચ્ચેના તણાવ દરમિયાન ભીડ કાબૂ બહાર ગઈ હતી અને ભારે પથ્થરમારો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ અન્ય તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. સ્થિતિ કાબુમાં એક કલાક સુધી અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ ભીડને કાબૂમાં લીધી હતી અને પથ્થર ફેંકનારા લોકો ભાગતા જોવા મળ્યા હતા. સ્થિતિ શાંત થયા બાદ ફરી મતદાન શરૂ થયું છે. આ તણાવ થોડા સમય માટે જ રહ્યો હતો પરંતુ આદરમિયાન રસ્તા પર ભારે પથ્થરમારો થઈ ગયો હતો. લોકો તેમના ઘરની છત પરથી પથ્થર ફેંકતા જોવા મળ્યા હતા. હાલ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો સ્થળ પર તૈનાત છેઅને સ્થિતિ કાબુમાં આવી છે.

Read National News : Click Here

1,02,290 સુરક્ષાકર્મીઓ તૈનાત

તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજ મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 200માંથી 199 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે એક બેઠક પર મતદાન નથી. રાજસ્થાનમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ 1,02,290 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 69,114 પોલીસકર્મીઓ, 32,876 રાજસ્થાન હોમગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ અને RAC જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે CAPFની 700 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here