ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ એટલે ગાંધીના ગુજરાતમાં યુવાધનની બરબાદી:દિપ્તીબેન સોલંકી

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ એટલે ગાંધીના ગુજરાતમાં યુવાધનની બરબાદી:દિપ્તીબેન સોલંકી
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ એટલે ગાંધીના ગુજરાતમાં યુવાધનની બરબાદી:દિપ્તીબેન સોલંકી
ભાજપ સરકાર જે રીત આ ગાંધીના ગુજરાતને વ્યસનનું ગ્રહણ લગાવ્યું છે એ જોતા એવું લાગે છે કે આ સરકાર સંત સુરા અને ગાંધી, સરદારની આ પવિત્ર ભૂમિના યુવા ધન અને બરબાદ તરફ ધકેલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કાલે આ સરકાર દારૂ પીવાના પણ 17 જેટલા નિયમો આપ્યા એનાથી આ સરકાર ગુજરાતની પ્રજાને ખોટા આશ્ર્વાસન અને ગુમરાહ કરી રહી છે એ તદન નક્કર હકીકત છે કે ધીમે ધીમે આ ગુજરાતમાં દારૂનો પણ પેસારો ખુલ્લે આમ થવાનો છે. વિકાસ મોડલની વાતો કરતી આ ડબલ એન્જિનની સરકારે બે મોઢાની વાતો કરે છે એક તરફ ‘બેટી બચાવો’ એવા ખોટા ભાષણ અને પ્રચાર કરે છે બીજી તરફ દારૂની છૂટથી સમગ્ર ગુજરાતની બહેનોના ઘર સળગાવવા અને મહિલાઓની જિંદગી નરકમાં ધકેલવા જઇ રહી છે. સતર નિયમોમાં પરમિટ ધારકોને ગિફ્ટ સિટીમાં મનાઈ અને સરકારી કર્મચારીઓને દારૂ પીવાની છૂટ આથી જે નિર્વ્યસની હોય એને પણ દારૂના રવાડે ચડાવવા આ ભાજપ સરકાર પ્રયાસો કરી રહી છે.

Read National News : Click Here

આ ગુજરાતની ખમીરવંતી મારી માતાઓ, બહેનોના દીકરીઓને મારી એક વિનંતી છે કે આપના દીકરા, પતિ, ભાઈ, બાપને આ દૂષણથી બચાવવા અને તમારા પરિવારનો માળો પીંખતો બચાવવા આ દારૂની છૂટછાટ કરનારી સરકારનો ખુલ્લીને વિરોધ કરવો જોઈએ.દારૂની છૂટ ન હોવી જોઈએ તેમ શહેરમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી એ જણાવ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here