રેકોર્ડ હાઇ પર શેરબજાર બંધ : સેન્સેક્સમાં ૩૯૩ પોઇન્ટનો ઉછાળો, નિટી ૧૪૬૦૦ને પાર

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા તેજી જોવા મળી છે. તેથી શેરબજારમાં ખુશી છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ +૩૯૩.૮૩ પોઇન્ટ એટલે ૦.૮૦% ટકાના વધારા સાથે ૪૯,૭૯૨.૧૨ પર બંધ થયો છે. તેમજ નિટી +૧૨૩.૫૫ પોઇન્ટ એટલે ૦.૮૫% ટકાના વધારા સાથે ૧૪,૬૪૪.૭૦ પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, મારૂતિ, વિપ્રો અને અદાણી પોર્ટના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તથા પાવર ગ્રીડ, શ્રી સિમેન્ટ, એનટીપીસી, ગેઇલ અને એચડીએફસી બેંકના શેરો લાલ નિશાન પર બંધ થયા છે.

ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ આજે બુધવાર ૨૦મી જાન્યુઆરી,૨૦૨૦ના રોજ ફરી નવા ઉંચા શિખરેને સ્પર્શ્યો છે. આ તેજીને પગલે એશિયના સૌથી જૂના શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટકેપ પણ સતત વધીને આજે ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ છે. આજે બીએસઇની માર્કેટકેપ વધીને ૧૯૭.૭૧ લાખ કરોડ રૂપિયા થઇ હતી જે બંધની રીતે અત્યાર સુધીની સૌથી ઉંચી માર્કેટકેપ છે. ગઇકાલ મંગળવારે બીએસઇની માર્કેટકેપ ૧૯૬.૧૯ લાખ કરોડ રૂપિયા નોંધાઇ હતી. આમ આજેના દિૃવસે બુધવારે બીએસઇની માર્કેટકેપમાં ૧.૫૨ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. આ સાથે નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૧ દૃરમિયાન અત્યાર સુધીમાં બીએસઇની માર્કેટકેપમાં ૯.૭૧ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, તો આજે એફએમસીજી ઉપરાંત આજે તમામ સેક્ટર ગ્રીન માર્ક પર બંધ રહૃાા છે. આમાં પીએસયુ બેંક, ફાર્મા, ઓટો, આઇટી, બેંક, મીડિયા, ખાનગી બેંક, મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્સ સેવાઓનો સમાવેશ થાય છે.

ઈન્ડેક્સમાં ટાટા મોટર્સનો શેર ૬% પર બંધ થયો છે. અદૃાણી પોર્ટના શેર પર કન્શેસન એગ્રીમેન્ટના સમાચારોની અસર રહી. શેર ૪.૪૦% ઉપર બંધ થયો છે. આ રીતે વિપ્રોના શેરમાં ૩.૪૦%નો વધારો રહૃાો. સાથે જ પાવર ગ્રિડનો શેર ૨.૧૦% નીચે બંધ થયો છે. આ રીતે શ્રી સીમેન્ટ, એનટીપીસી અને ગેલના શેરમાં ૧-૧%થી વધુનો ઘટાડો થયો.

પેન્ટ્સ સેક્ટરની કંપની ઈન્ડિગો પેન્ટ્સનો આઇપીઓ આજથી ખૂલ્યો. કંપની આના દ્વારા ૧,૧૭૬ કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. ઈન્ડિગો પેન્ટ્સમાં સિકોઈયા કેપિટલની મોટી ભાગીદૃારી છે. કંપની ૩૦૦ કરોડ રૂપિયા માટે શેર જાહેર કરશે. ઓફર ફોર સેલ દ્વારા ૫૮.૪૦ લાખ શેર જાહેર કરાશે, જેની પ્રાઈઝ બેન્ડ ૧,૪૮૮-૧૪૯૦ રૂપિયા નક્કી કરાઈ છે. આ પહેલાં ૧૯ જાન્યુઆરીએ કંપનીએ ૨૫ એક્ધર રોકાણકારો પાસેથી ૩૪૭.૯ કરોડ રૂપિયા એકઠા કર્યા. ઈન્ડિગો પેન્ટ્સના આ આઇપીઓનું મેનેજમેન્ટ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એડલવાઈઝ ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને આઇસીઆઇસી સિક્યોરિટીઝ કરશે.