ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

rahul-gandhi-politics
rahul-gandhi-politics

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી

કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહૃાું છે. આ કડીમાં આજે કોંગ્રેસ સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહૃાું કે ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, હું તેનો વિરોધ કરતો રહીશ. હું આજે જે.પી.નડ્ડાના પ્રશ્ર્નોના જવાબ આપીશ નહીં, માત્ર ખેડૂતો અને દૃેશના પ્રશ્ર્નોના જવાબ આપીશ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બોલ્યા કે નરેન્દ્ર મોદી એક-એક પગલાના હિસાબથી ખેડૂતોને ખત્મ કરવામાં લાગ્યા છે. આ માત્ર ત્રણ કાયદા પર થોભીશ નહીં, પરંતુ અંતમાં ખેડૂતોને ખત્મ કરવા માંગે છે. જેથી કરીને દેશની આખી ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપી શકે.

રાહુલ ગાંધીએ કહૃાું કે આખો દૃેશ વિરૂદ્ધ થઇ ગયો, તેમ છતાંય હું સાચા માટે લડતો રહીશ. હું નરેન્દ્ર મોદૃી કે ભાજપથી ડરતો નથી. રાહુલ ગાંધી બોલ્યા કે આ લોકો મને હાથ પણ લગાવી શકે તેમ નથી, પરંતુ ગોળી મરાવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બોલ્યા કે આ લોકો ખેડૂતોને થકાવા માંગે છે પરંતુ તેમને બેવકૂફ બનાવી શકશે નહીં.
કિસાન આંદોલન હોય, વેક્સીનેશનની પ્રક્રિયા હોય કે પછી ચીનની સાથે ચાલી રહેલ વિવાદ રાહુલ ગાંધીની તરફથી સતત મોદી સરકારને ઘેરવામાં આવે છે.

કોંગ્રેસની તરફથી સંસદમાં પણ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો આ સિવાય આ મુદ્દા પર રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત કરી હતી. સાથો સાથ મંગળવારના રોજ રાહુલ ગાંધીએ આરોપ મૂકયો કે અરૂણાચલ પ્રદેશમાં ચીનની તરફથી એક ગામ વસાવી લેવામાં આવ્યું છે.