લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ

લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
દિલ્હી સરકારના પશુપાલન વિભાગે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે થોડા દિવસ પહેલા લાલ કિલ્લામાં આશરે ૧૫ કાગ મૃત મળી આવ્યા હતા. તપાસમાં તેઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. આથી, સાવચેતીના પગલે લાલ કિલ્લાને દર્શકો માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.

ગત શનિવારે દિલ્હી પ્રાણીસંગ્રહાલયના મૃત ઘુવડમાં પણ બર્ડ લૂ હોવાનો ખુલાસો થયો હતો. દિલ્હી સરકારે સક્રિયતા દાખવતા શહેર બહારથી આવતા પેક્ડ ચિકનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને પૂર્વ દિલ્હીમાં સ્થિત ગાજીપુર ચિકન માર્કેટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ગુરુવારે તમામ રિપોર્ટ સામાન્ય આવતા માર્કેટ ખોલી દેવામાં આવ્યુ હતું.

નોંધનીય છે કે અત્યાર સુધી દેશમાં પાંચ રાજ્યો બર્ડ લૂની ઝપેટમાં આવી ચૂક્યા છે જ્યાં પક્ષીઓને મારવાનો આદેશ આપી દેવાયો હતો. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ કુલ નવ રાજ્યોએ કાગડા, પ્રવાસી પક્ષીઓ અને જંગલી પક્ષીઓમાં બર્ડ લૂ સંક્રમણ ફેલાયુ હોવાની સૂચના આપી હતી. આમાંથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઠમાં પક્ષીઓને મારી નાંખવાના આદેશ પર કામ કરવામાં આવી રહૃાું છે.