સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને પોતાની તાકાત સાબિત કરી બતાવી છે. એટલુ જ નહીં ભારતે વિશ્ર્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશને ૧ કરોડ વેક્સીનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. વેક્સીન ડોઝ સીરમ ઇન્સ્ટીટ્યૂટ કોવેક્સ ફેસિલિટી અંતર્ગત ઉપલબ્ધ કરાવશે.

સોમવારે થયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન સીરમ ઇન્સ્ટીટ્યૂટે વળતરના મુદ્દાને એકવાર ફરીથી ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર વેક્સીન ખરીદવાના નિયમ પ્રમાણે સાઈડ ઇફેક્ટ્સની સ્થિતિમાં કંપની તમામ ખર્ચ ઉઠાવશે. આ નિયમ સિરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત અને બાયોટેક બંને વેક્સીન માટે છે.

સિરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદૃાર પૂનાવાલાએ કહૃાું હતું કે, વેક્સીનના સંબંધમાં આવનારી વિષમ પરિસ્થિતિઓમાં કંપનીને સંરક્ષણ આપવાની જરૂર છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે સરકાર દ્વારા ખરીદૃાયેલા ૧.૧ કરોડ ડોઝની આપૂર્તિ કરવામાં આવી ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ કંપની પાસે સ્ટોકમાં ૫.૩ કરોડ વેક્સીન ડોઝ છે. જેને સેન્ટ્રલ ડ્રગ લેબ દ્વારા ક્લિયર કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી આશરે અઢી કરોડ ડોઝ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અઢી કરોડ જોઢ ભારત માટે અલોટ છે.

સૂત્રો પ્રમાણે ભારત બાયોટેક આગામી કેટલાક સમયમાં મ્યામાર, મંગોલિયા, ઓમાન, બહરીન, ફિલિપીન્સ, માલદીવ્સ, મોરિશસ જેવા દેશોને ૮.૧ લાખ વેક્સીન ડોઝ ઉપલબ્ધ કરાવશે. આ અગાઉ ૧૫ જાન્યુઆરીએ કોરોના નેશનલ એક્સપર્ટ ગ્રૂપની બેઠકમાં અન્ય દેશોની મદદ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, અન્ય દેશોની મદદ કરવા માટે વેક્સીન ડોઝની ખરીદી વિદેશ મંત્રાલય દ્વારા કરાવમાં આવશે.