સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે…

સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે...
સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે...

નેશનલ ડેમોક્રેટિક એલાયન્‍સ સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવાની આશા રાખે છે. સૂત્રોએ જણાવ્‍યું કે આગામી સપ્તાહે વિવિધ મંત્રાલયો અને પક્ષો સાથે બજેટ માટે પરામર્શનું કામ શરૂ થઈ શકે છે. ૨૦૨૩-૨૪ની આર્થિક સમીક્ષા બજેટ પહેલા રજૂ કરવામાં આવશે.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર લખ્‍યું છે કે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા ચૂંટાયેલા સભ્‍યોને શપથ લેવડાવવામાં આવશે અને લોકસભાના અધ્‍યક્ષની પસંદગી કરવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભાના સંયુક્‍ત સત્રને સંબોધિત કરશે અને તેના પર ચર્ચા થશે.

તેમણે લખ્‍યું કે, ‘રાજ્‍યસભાનું ૨૬૪મું સત્ર ૨૭ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈ સુધી ચાલશે.સરકારે ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટના ૪.૫ ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તે જીડીપીના ૫.૧ ટકા જેટલું રહેવાનો અંદાજ છે.બજેટમાં એ પણ જાણવામાં આવશે કે ભારતીય રિઝર્વ બેંક પાસેથી મળેલા ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના જંગી ડિવિડન્‍ડનો સરકાર કેવી રીતે ઉપયોગ કરશે. આ સાથે સરકારને નાણાકીય મોરચે રાહત મળવાની આશા છે અને તેને ખર્ચના સંચાલનમાં પણ વધુ સગવડ મળશે.

સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે… બજેટ

S&P ગ્‍લોબલ રેટિંગ્‍સે કહ્યું છે કે જો સરકારની નીતિઓ સુસંગત રહેશે તો તે આગામી બે વર્ષમાં ભારતનું રેટિંગ અપગ્રેડ કરી શકે છે. પરંતુ આ માટે જરૂરી છે કે સરકાર આર્થિક સુધારામાં વધારો કરે, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં વધુ રોકાણ કરે અને તેની નીતિઓ રાજકોષીય અને નાણાકીય મોરચે સાવચેત રહે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here