બોમ્બે સુપર હાઇબ્રિડ સિડ્સનું નવું સોપાન USA સિડ્સ લોન્ચ

બોમ્બે સુપર હાઇબ્રિડ સિડ્સનું નવું સોપાન USA સિડ્સ લોન્ચ
બોમ્બે સુપર હાઇબ્રિડ સિડ્સનું નવું સોપાન USA સિડ્સ લોન્ચ
બોમ્બે સુપર એક પ્રીમિયમ ક્વોલીટી સીડ્સ બનાવતી કંપની છે.વર્ષ 1983 માં દેવરાજભાઈ અને તેમના પુત્ર જાદવભાઈ અને કિશોરભાઈએ નાના પાયામાં સીડ્સનો રિટેલ બિઝનેસ ચાલુ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષ 2001 માં બિઝનેસમાં સેક્ધડ જનરેશન એટલે કે પિન્ટુભાઇ પટેલ એન્ટર થયા અને બિઝનેસને આગળ વધારવાનું જ વિચાર્યા કરતા હતા.બદલાતા જતા સમય અનુસાર તેમનું લક્ષ્ય ખેડૂતોને ઓછી મહેનતથી વધુને વધુ આવક મળે તે હેતુ છે.સાથે સાથે  પિન્ટુભાઈ પટેલ તેમના આ નાના બિઝનેસને એક વિશાળ કોર્પોરેટ લેવલની કંપની બનાવવા તરફનું હતું.તેમના લક્ષ્ય અનુસાર વર્ષ 2014 માં તેઓએ બોમ્બે સુપર સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નિર્માણ કર્યું અને વર્ષ 2018 માં લિમિટેડ માં રૂપાંતરિત કરી હતી.ખેડૂતોનો આર્થિક વિકાસ તે જ કંપનીનો પ્રાથમિક ધ્યેય ઝડપી સર્વિસ સાથે સ્ટોરેજ  કેપેસિટી,પ્લાન્ટ કેપેસિટી અને  સપ્લાય કેપેસિટીમાં જેટ ગતિના સુધારા: પિન્ટુભાઈ પટેલ

ડીલર-ડિસ્ટ્રીબ્યુટર અને ભારતભરના ખેડૂતોને સરળતાથી બિયારણ પૂરું પાડવામાં આવશે

શેરબજારમાં NSE પ્લેટફોર્મ પર આઇપીઓ લઈને આવ્યા જેનો ભાવ પ્રતિશે રૂ.60 ના ભાવે અને 2000 શેરનો લોટ હતો.જેની ફેસ વેલ્યુ રૂ.10ની હતી તે સમયે રોકાણ 1,20,000 નું હતું. તે શેરની ફેસ વેલ્યુ 1ની છે અને આજે પાંચ વર્ષ પછી બે બોનસ અને એક SPLIT સાથે 72 લાખની થઈ છે એટલે કે રિટર્નની દૃષ્ટિએ જોવા જઈએ તો અંદાજિત 5900 ટકાનું રિટર્ન મળે છે.સાથોસાથ બોમ્બે સુપરની બીજી ગ્રુપની કંપની ઉપસુજે સીડ્સ ઓફ એગ્રીકલ્ચરનો પણ વર્ષ 2022 માં આઇપીઓ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં રૂ.120 ના ભાવથી 1200 શેર આપ્યા હતા.જેમાં કુલ રોકાણ રૂ.1,44,000 હતું. આજે જેની વેલ્યુ રૂ.4,88,000 આસપાસ છે.

કંપનીએ વર્ષ 2001 થી અત્યાર સુધીમાં 425 થી પણ વધારે અલગ અલગ સિડ્સ વેરાઈટી ડેવલોપ કરી છે. જે કંપનીની ખેડૂતોના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપની આજે મલ્ટીનેશનલ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.તેમજ કંપની પોતાના ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાર્મ પણ ધરાવે છે.કંપનીની હાલ 20 લાખથી પણ વધારે ખેડૂતો સાથે સીધો સંપર્ક ધરાવે છે.ખેડૂતોનો આર્થિક વિકાસ એ જ કંપનીનો પ્રાથમિક ધ્યેય છે.

બોમ્બે સુપર સીડ્સ કંપનીએ સફળતાના અનેકવિધ શિખરો સર કર્યા છે.કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પીન્ટુભાઇ પટેલે USA(ઉપસુર્જ સીડ્સ ઓફ એગ્રીકલ્ચર)કંપનીનો દબદબાભેર ઉદ્ઘાટન કર્યું હતું. બંને કંપનીઓ દિવસ દીઠ 600 મેટ્રિક ટન બિયારણ તૈયાર કરી ભારતભરમાં સપ્લાય પૂરું પાડશે.ડીલર-ડિસ્ટ્રીબ્યુટર અને ભારતભરના ખેડૂતોને સરળતાથી બિયારણ પૂરું પાડવામાં આવશે.ઝડપી સર્વિસ સાથે સ્ટોરેજ કેપેસિટી,પ્લાન્ટ કેપેસિટી અને સપ્લાય કેપેસિટીમાં જેટ ગતિના સુધારા કંપનીએ કર્યા છે.

Read National News : Click Here

USA સિડ્સના ઉદ્ઘાટનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી,રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ,કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના કેબિનેટ મંત્રી,ધારાસભ્યો, રાજકીય હોદેદારો,આગેવાનો શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ 250 જેટલા બીજની વેરાઈટીનો પોર્ટફોલીયો ધરાવે છે.એજ રીતે યુએસએ સીડ્સ પણ તેના નકશા કદમ પર ચાલી 100 જેટલા સીડ્સનો પોર્ટફોલિયો ધરાવે છે.ખેડૂતોને નવા નવા બિયારણ અને શ્રેષ્ઠ પરિણામ આપવા કંપનીની આરએનડી ટીમ દિવસ રાત ખંતપૂર્વક કાર્ય કરે છે.

અમારા હજારો રોકાણકારોનો આભાર વ્યક્ત કરૂં છું: પિન્ટુભાઈ પટેલ

બોમ્બે સુપર સીડ્સ અને યુએસએ સીડ્સ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પીન્ટુભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાત અને ભારતભરના અમારા હજારો ઇન્વેસ્ટરોનો આભાર વ્યક્ત કરું છું. કંપનીની અંદર તેઓનો સહયોગ રહ્યો છે. ઇન્વેસ્ટરોના સાથ સહકાર અને સહયોગથી અમે આ મુકામ પર પહોંચ્યા. માર્કેટિંગ યાર્ડમાં ક્યાં બિયારણના ઊંચા ભાવ ખેડૂતોને મળી શકે એ તરફના પણ પગલા લઈ ખેડૂતો માટેના કર્યો કર્યા છે. અમારી બંને કંપની મગફળી આધારિતની કંપનીઓ છે.

અમારા સર્વે પ્રમાણે ભારતની ગણ ભારતના અમુક રાજ્યોમાં જ સીટ્સ બનાવવામાં આવતા હતા પરંતુ 90 ટકા એ સમયમાં ઈમ્પોર્ટ સીડ્સ પર ખેડૂતો નિર્ભર હતા.વર્ષ 2001 બાદ અમે અભ્યાસ શરૂ કર્યો ભારતના ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ પુરા પાડવાની તૈયારીઓ હાથ ધરી હતી.રાજકોટ અને દેશમાં દિવસને દિવસે ખેતીમાંથી બિનખેતી થવાની પ્રક્રિયાઓ થઈ રહીં છે.જોવા જાયતો ખેતી બંધ થઈ રહી છે એમ સમજી શકાય છે.આની સામે ભારતની વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે.આ રેશિયો જોતા આવનારા દિવસોમાં અનાજ, શાકભાજી કે ધાન્ય પાકોમાં અછત પણ સર્જાઈ શકે છે.પરંતુ બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ ખેડૂતોને મબલખ પાક આપવા અને ભારતની કૃષિ પ્રધાન ભૂમિ વધુ સમૃદ્ધ બને એ સંકલ્પ સાથે ખેડૂતોને નવું ઉત્પાદન અને ઝડપી પાકતી વેરાયટી આપવાની નેમ ઉપાડી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here