‘WHATSAPP’ ઉપર મોદીનો રેકોર્ડ : એક જ દિવસમાં ચેનલમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

‘WHATSAPP’ ઉપર મોદીનો રેકોર્ડ : એક જ દિવસમાં ચેનલમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા
‘WHATSAPP’ ઉપર મોદીનો રેકોર્ડ : એક જ દિવસમાં ચેનલમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા
સોશિયલ મીડિયા પર એક્‍ટિવ રહેતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી હવે વોટ્‍સએપ ચેનલ્‍સ પર પણ આવી ગયા છે. વોટ્‍સએપે હાલમાં જ તેનું નવું ફીચર લોન્‍ચ કર્યું છે, જ્‍યાં PMએ એક જ દિવસમાં ૧૦ લાખથી વધુ સબસ્‍ક્રાઈબર્સને એકત્ર કરીને રેકોર્ડ બનાવ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ફેસબુકની પેરેન્‍ટ કંપની મેટાએ ૧૩ સપ્‍ટેમ્‍બરે ૧૫૦થી વધુ દેશોમાં WhatsApp ચેનલ ફીચર લોન્‍ચ કર્યું હતું.પીએમ મોદી ૧૯ સપ્‍ટેમ્‍બરે જ વોટ્‍સએપ ચેનલ સાથે જોડાયા હતા. આ પછી એક જ દિવસમાં તેના સબસ્‍ક્રાઈબર્સની સંખ્‍યા ૧૦ લાખને પાર કરી ગઈ હતી. હાલમાં વોટ્‍સએપ ચેનલ પર તેના ૧૪ લાખ સબસ્‍ક્રાઈબર્સ છે. પીએમએ અગાઉ પોસ્‍ટ કર્યું હતું, વોટ્‍સએપ સમુદાયમાં જોડાવા માટે ઉત્‍સાહિત છું. અમારા ચાલુ સંવાદની સફરનું આ બીજું પગલું છે. અહીં જોડાઓ. આ તસવીર નવા સંસદ ભવનમાંથી લેવામાં આવી છે.

PMના અન્‍ય સોશિયલ મીડિયા એકાઉન્‍ટઃ ખાસ વાત એ છે કે PM મોદીના માઇક્રોબ્‍લોગિંગ પ્‍લેટફોર્મ ‘X’ પર ૯ કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્‍યારે ફેસબુક પર તેના ફોલોઅર્સની સંખ્‍યા લગભગ ૫ કરોડ છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર તેને ૭ કરોડથી વધુ લોકો ફોલો કરે છે.WhatsAppનું નવું ટૂલ પણ લોન્‍ચ થયું :  WhatsAppએ બુધવારે ભારતમાં તેની પેમેન્‍ટ સેવાના વિસ્‍તરણની જાહેરાત કરી હતી. આનાથી વેપારીઓ સાથે વ્‍યવહાર કરતા લોકો માટે પેમેન્‍ટ કરવાનું સરળ બનશે. તેઓ વિવિધ ડિજિટલ પેમેન્‍ટ વિકલ્‍પો સહિત UPI એપ્‍લિકેશનના વિકલ્‍પ સાથે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ચેટમાં સીધી ખરીદી પણ કરી શકશે.

Read Saurashtra Kranti E-Paper here

 ડિજિટલ માધ્‍યમ દ્વારા મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધતા ઝકરબર્ગે કહ્યું, આજે આપણે જે બાબતો વિશે વાત કરીએ છીએ તેમાં ભારત અગ્રેસર છે. ‘ભારત વિશ્વમાં અગ્રેસર છે કે કેવી રીતે લોકો અને વ્‍યવસાયોએ વસ્‍તુઓને વધુ સારી રીતે કરવાના માર્ગ તરીકે ‘મેસેજિંગ’ને અપનાવ્‍યું છે.’પીએમ મોદી લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે.  પીએમ મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ છે.  લગભગ 5 કરોડ લોકો ફેસબુક પર પીએમ મોદીને ફોલો કરે છે.  તે જ સમયે, તેના ઇન્સ્ટાગ્રામ પર 7 કરોડથી વધુ ફોલોઅર્સ છે.  આ સિવાય પીએમના યૂટ્યૂબ પર લગભગ 18 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here