સ્વીચ દબાવતા જ દોરી વીટાઈ જાય તેવી બેટરી સંચાલિત ફીરકી

સ્વીચ દબાવતા જ દોરી વીટાઈ જાય તેવી બેટરી સંચાલિત ફીરકી
સ્વીચ દબાવતા જ દોરી વીટાઈ જાય તેવી બેટરી સંચાલિત ફીરકી
જૂનાગઢમાં શ્રાદ્ધમાં ઉડતી પતંગોનો ટ્રેન્ડ બદલાયો છે ત્યારે પતંગ રસિયાઓ ઉતરાયણ પર્વની મીટ માંડીને બેઠા છે. આ વખતે પ્રથમવાર સ્વિચ દબાવતા જ દોરી વીટાઈ જાય તેવી ઓટોમેટીક ફીરકી બજારમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે લાકડાની સળીની અછત અને કાગળના ભાવમાં વધારાના કારણે પતંગના ભાવમાં 30  ટકાનો વધારો થયો છે, જેનો પતંગરસીયાઓના ખિસ્સા પર ભાર આવશે. ઓટોમેટિક ફીરકી ઉપરાંત સોલાર કેપ, છત્રી ડેલ્ટા, રોકેટ, કાપડની દરિયાઈ ફોલડેબલ અને કાર્ટુન કેરેક્ટરની પતંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. મેટ્રોસિટીની જેમ રાત્રે આતાશબાજી અને ફટાકડા ફોડી ઉજવણી થતી હોવાથી ફટાકડાની પણ ખરીદી થઈ રહી છે.પતંગ ઉપરાંત દોરીના ભાવમાં પણ ૧૫ ટકાનો વધારો થયો છે. સુરતી, બરેલી, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ફિરકાઓ અને દોરા આવે છે. પતંગના વેપારીએ જણાવ્યું હતું કે, દોરામાં લેજન્ડ દોરો અને સુરતી માંજો બંનેની આ વર્ષે વધુ ડિમાન્ડ છે. પતંગ કપાય પછી દોરા વીટવા દોડધામ કરવી પડતી ત્યારે હવે ઓટોમેટીક દોરો વીંટાય તેવી સ્વીચ સાથેની બેટરીવાળી ફીરકીનું આગમન થતાં આ વર્ષે તેનું પણ લોકોમાં આકર્ષણરૂપ બની રહેશે.

આ ઉપરાંત ઉતરાયણના દિવસોમાં રાત્રે મેટ્રોસિટીની જેમ જ ફટાકડા ફોડી અને આતાશબાજી કરી પણ ઉજવણી કરવામાં આવતી હોવાથી ફટાકડાની ખરીદી પણ થાય છે. વરસાદથી કપાસમાં અછત અને માવઠાથી દોરીના ભાવ વધ્યા છે. ૧૦૦થી લઈ ૫૦૦૦ મીટર સુધીના ફિરકાઓ મળી રહે છે. પરંતુ ભાવ વધારાથી પતંગના પેચ લગાવવા પણ  મોંઘા પડશે. જૂનાગઢમાં અગાઉ પતંગો વધુ ચગતી ન હોવાથી તૈયાર ફીરકીઓ જ લેવામાં આવતી હતી પરંતુ હવે પતંગો ચગવામાં વધારો થતાં સ્થાનિક યુવાનો દ્વારા દોરા પાવા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દોરાની મજબૂતાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતા સરસ, લુગદી, કાચ અને કલરની પણ માંગ વધી છે.

Read National News : Click Here

પતંગ અને દોરા ઉપરાંત મનોરંજન માટે વિવિધ મ્યુઝિક વાળા પપૂડા, અવનવી ડિઝાઇન વાળા ફેસ માસ્ક, સોલાર કેપ, હાથમાં ઇજા ન થાય તે માટે રીંગ, ટેપ પહેરી લોકો પતંગ ચગાવવાની મજા લેશે. જૂનાગઢમાં ઉતરાયણ પર્વ પર હવે પતંગ ચગાવવામાં આવતી હોવાથી પતંગ બજારમાં હવે ખરીદી નીકળશે. જોકે વરસાદ અને પવન વિલન ન બને તો જૂનાગઢનું આકાશ પતંગથી રંગાશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here