RBI ને બોમ્‍બથી ઉડાવી ધમકી આપનારા ગુજરાતી નિકળ્યાઃATS દ્વારા 3 શખ્‍સોની ધરપકડ

RBI ને બોમ્‍બથી ઉડાવી ધમકી આપનારા ગુજરાતી નિકળ્યાઃATS દ્વારા 3 શખ્‍સોની ધરપકડ
RBI ને બોમ્‍બથી ઉડાવી ધમકી આપનારા ગુજરાતી નિકળ્યાઃATS દ્વારા 3 શખ્‍સોની ધરપકડRBI ને બોમ્‍બથી ઉડાવી ધમકી આપનારા ગુજરાતી નિકળ્યાઃATS દ્વારા 3 શખ્‍સોની ધરપકડ
બે દિવસ પહેલા દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંકને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેમાં મુંબઈના કુલ 11 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. મેલમાં કહેવાયુ હતું કે, RBI ની મુંબઈ ઓફિસ, HDFC Bank અને ICICI Bank સહિત કુલ 11 જગ્યાઓ પર બોમ્બ મૂકવામા આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મેલમાં આરબીઆઈના ગર્વનર શશીકાંત દાસ અને ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આ ધમકીભર્યા મેલના તાર ગુજરાત સાથે જોડાયા છે. આરબીઆઈને ધમકી આપનારા ગુજરાતના નીકળ્યા છે. મુંબઈ ATSએ સમગ્ર મામલે વડોદરાથી અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી છે. RBIના મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકાયા હોવાના ધમકીભર્યા ઇ-મેઇલ બાદ મુંબઈ ATSની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદારના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ વડોદરામાં મુંબઈ ATSના ફરી એકવાર દરોડા પાડ્યા હતા. ચાર દરવાજા વિસ્તારમાં આવેલ લાડવાડામાં મેમણ હોલ નીચે ઓપ્ટિકલની દુકાનમાં ATS દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં RBI ને ઈ-મેઈલ મારફતે 11 સ્થળે બોમ્બ ધડાકા કરવાની ધમકી આપવા તપાસ હાથ ધરાઈ હતી.

આ તપાસ વડોદરા શહેરની SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને કરાઈ હતી. જેમાં આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોવાની આશંકાએ તપાસ કરાઈ છે. મુંબઈ ATSએ સમગ્ર મામલે વડોદરાથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ATS ની તપાસ મામલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. જેમાં સામે આવ્યું કે, મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરાઈ હતી. ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરી તાંદલજાના મોહંમદ અર્શીલે મેલ કર્યો હોવાની આશંકાએ મુંબઈ ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઈન્ટરનેટ રાઉટર તથા CCTV ફૂટેજ કબ્જે કરાયા છે. ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરી ઈન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કરાયો હોવાનું ખુલ્યું છે. હાલ મુંબઈ એટીએસએ ઈન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબજે કરાયા હતા. 

Read National News : Click Here

આરબીઆઈને મોકલવામાં આવેલા મેલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વડોદરા શહેરમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરાઈ છે. આ ત્રણેય એકબીજાના સંબંધી હોવાનું ખૂલ્યું છે. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ આદિલ રફીક અને બાકીના બે તેના મિત્રો છે.ધમકીભર્યા મેલમાં મોકલનારાએ આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, અમારી લખેલી વાતને જરા પણ નજરઅંદાજ ન કરતા. ઈમેલમાં 11 જગ્યાએ બોમ્બ રાખવાની વાત કરાઈ હતી. સાથે જ ધમાકાના ટાઈમિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવાયુ હતું કે, આ ધમાકો મંગળવારે બપોરે લગભગ દોઢ વાગે થવાનો છે. તેના બાદ હડકંપ મચી ગયો હતો. મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here