શહેરમાં પોલીમરાઇઝ બીટ્યુમીનથી પેવર કરવાનો સર્વપ્રથમ પ્રયોગ હાથ ધરાયો

શહેરમાં પોલીમરાઇઝ બીટ્યુમીનથી પેવર કરવાનો સર્વપ્રથમ પ્રયોગ હાથ ધરાયો
શહેરમાં પોલીમરાઇઝ બીટ્યુમીનથી પેવર કરવાનો સર્વપ્રથમ પ્રયોગ હાથ ધરાયો
શહેરની આન, બાન અને સાન સમા રેસકોર્ષ રીંગ રોડના બ્યુટીફીકેશનમાં વધારો કરવા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.2માં આવેલ રેસકોર્ષ રીંગ રોડ પર રૂ.3.54 કરોડના ડામર રિ-કાર્પેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

આ ડામર રિ-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા તેમજ વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે ડામર રિ-કાર્પેટની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો.આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ નં.2ના પ્રભારી કુલદિપસિંહ જાડેજા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કૌશિકભાઈ અઢીયા.રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2ના ડેપ્યુટી એન્જીનિયર મહેશભાઈ જોશી તથા અન્ય અધિકારીઓ-કર્મચારીઓ, વોર્ડ અગ્રણીઓ ડો.પ્રિતેશભાઈ પોપટ, હર્ષવર્ધનભાઈ કહોર, ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ વ્યાસ, નિલેશભાઈ તેરેયા, રાજનભાઈ સિંઘવ, અજયસિંહ જાડેજા, પુષ્પકભાઈ જૈન, અંકીતભાઈ લાખાણી, ભરતભાઈ, લક્ષ્મણભાઈ ધોળકીયા, અનિલભાઈ મકવાણા તથા દિપાબેન કાચા, અમીબેન પારેખ, જસુમતીબેન વસાણી, દેવ્યાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાત, ચૌહાણ પલ્લવીબેન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ હતા.

Read National News : Click Here

શહેરમાં સર્વપ્રથમ રેસકોર્ષ રિંગરોડ પર પોલીમરાઇઝ બીટ્યુમીનથી પેવર કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. આ પધ્ધતિ રોડ વધું મજબૂત અને ટકાઉ બને છે તેમજ આ પ્રકારે બનાવેલા રોડ પર વરસાદી પાણી ભરાયેલું રહેતું નથી જે આ પધ્ધતિની મુખ્ય વિશેષતા છે. રેસકોર્ષ રિંગરોડ પર જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં, પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રકારે પેવર કામ કરવામાં આવી રહ્યું છે, જો આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં શહેરના અન્ય રસ્તાઓ પર પણ આ પ્રયોગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here