વીવીપી  ’ઈપ્સા’ના વિદ્યાર્થી વાર્ષિક ઉત્સવ ’મેલાન્જ-ર3’નું ભવ્ય સફળતા સાથે રંગારંગ સમાપન

વીવીપી  ’ઈપ્સા’ના વિદ્યાર્થી વાર્ષિક ઉત્સવ ’મેલાન્જ-ર3’નું ભવ્ય સફળતા સાથે રંગારંગ સમાપન
વીવીપી  ’ઈપ્સા’ના વિદ્યાર્થી વાર્ષિક ઉત્સવ ’મેલાન્જ-ર3’નું ભવ્ય સફળતા સાથે રંગારંગ સમાપન
વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના ભાવિ આર્કિટેકટ્સ એવા વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓનાં તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ ’મેલાન્જ-ર3: પ્રોસેસન’ના ત્રણેય દિવસોના કાર્યક્રમોની ઉત્સાહ તથા ઉમંગસભર વાતાવરણમાં  સફળતાપૂર્વક પુર્ણાહુતી થયેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

મહોત્સવના પ્રથમ દિવસે વિદ્યાર્થીકૃતિઓ તથા સુશોભનોથી સુશોભિત સંસ્થાના નયનરમ્ય પરિસરમાં વાર્ષિક ઉત્સવનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર ડો. નિલાંબરીબહેન દવે, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો.નવિનભાઈ શેઠ, સેપ્ટ-અમદાવાદના પૂર્વ ડીન પ્રો.આર્કિ.નિલકંઠ છાયા, સંસ્થાના ટ્રસ્ટી ડો.નરેન્દ્રભાઈ દવે, ઈપ્સાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદી, ઈપ્સાના પ્રિન્સીપાલ આર્કિ.દેવાંગભાઈ પારેખ તેમજ કિચ સ્કુલ ઓફ ડિઝાઈનના પ્રિન્સીપાલ આર્કિ.હિતેષભાઈ ચાંગેલાના શુભ હસ્તે દિપ પ્રાગટય થકી કરવામાં આવેલ હતુ.

સંસ્થાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદી એ સર્વેને આવકાર આપી ’મેલાન્જ’ના ઈતિહાસ, પ્રસ્તુત ’મેલાન્જ’ની ઈવેન્ટસ, આમંત્રિત વિદ્વાન આર્કિટેકટસ, પ્રદર્શનો તેમજ ડિઝાઈન સ્ટૂડીયો પ્રોગ્રામ અંતર્ગત સંસ્થાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ યાજ્ઞિકરોડ ડેવલપમેન્ટ પ્રોજેકટ, આગામી વર્ષે ઈપ્સાની સ્થાપનાના સિલ્વર જયુબિલી વર્ષની ઉજવણી, તથા ઈપ્સાના પ્રોજેકટ સેલ અંગે વિસ્તૃત છળાવટ કરેલ હતી. સંસ્થાના ટ્રસ્ટી ડો.નરેન્દ્રભાઈ દવે એ પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીગણને ’મેલાન્જ-ર0ર3’ના ભવ્ય આયોજન તથા નૂતન અભિવ્યકિતઓ માટે અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ હતા તથા યુવા વિદ્યાર્થીઓને સામ્પ્રત સમયમાં  વાંચન, સ્વમૂલ્યાંકન તથા સ્વનિર્ણયની વૃતિઓમાં પ્રાવિણ્ય પ્રાપ્ત કરી સ્થાપત્યકલા ક્ષેત્રે નવા પ્રયોગો થકી વધુ સફળતા મેળવવાના આશિર્વચન પાઠવેલ હતા.

Read National News : Click Here

’મેલાન્જ’ દરમ્યાન યોજાયેલ પ્રદર્શનો, વકતવ્યો, ચર્ચાસત્રો, સ્પર્ધાઓ, તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનો આર્કિટેકટસ, એન્જીનીયર્સ, બિલ્ડર્સ, ઉધોગપતિઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર જેવા અધિકારીગણ તેમજ જનસામાન્યએ વિશાળ સંખ્યામાં લાભ લીધેલ હતો. વાર્ષિકોત્સવની સફળતા હેતુ સ્ટુડન્ટ કાઉન્સીલનાં પ્રતિનિધીઓ તેમજ કર્મચારીગણને વી.વી.પી.નાં ટ્રસ્ટીગણ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો.નરેન્દ્રભાઈ દવે તેમજ ઈપ્સાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીનું સતત માર્ગદર્શન મળેલ હતું. સંસ્થાના ટ્રસ્ટીગણે મહોત્સવના સફળ આયોજન બદલ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને બિરદાવેલ હતા. વાર્ષિકોત્સવની ત્રણેય દિવસ બહોળી સંખ્યામાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ આચાર્ય દેવાંગભાઈ પારેખ એ રાજકોટની જાહેર જનતાનો હદયપૂર્વક આભાર માનેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here