મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજય સરકારનો આભાર માનતા ભૂપત બોદર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજય સરકારનો આભાર માનતા ભૂપત બોદર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજય સરકારનો આભાર માનતા ભૂપત બોદર
રાજકોટ જીલ્લા પંચાયત ના પુવઁ પ્રમુખ ભૂપતભાઈ બોદર ની એક યાદીમાં જણાવાયું છે કે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હમેશા શાશનને પ્રજાલક્ષી અને પ્રજાસ્પર્શી બનાવ્યું છે. લોકભાગીદારીના સાચા આયામ દ્વારા શાશનને પારદર્શી બનાવવાની સાથોસાથ વિકાસ કર્યો માં પ્રજાને જોડી વિકાસ માં ભાગીદાર બનાવી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં રાજ્યનો વિકાસ રથ અવિરત આગળ વધી રહ્યો છે. સતત પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા ટકોરાબંધ વિકાસ પ્રત્યેક ક્ષેત્ર માં આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ અને રાજ્ય ના શહેરોના વિકાસની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારની પણ કાયાપલટ થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક રોડ રસ્તાઓનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલુ છે ત્યારે ભુપતભાઈ બોદરે કરેલી રજૂઆત ને ધ્યાને લઇ રૂ.310 લાખના ખર્ચે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ- ઢાંઢણી-ઢાંઢીયા-હડમતીયા બોઘ્રાવદર રોડ તથા રૂ.35 લાખના ખર્ચે સ્ટાર લાઈફ સોસાયટી થી ન્યારી ડેમ જોડતા રોડ ને મંજુરી આપી જોબ નંબર ફાળવવા બદલ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે,જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા મહામંત્રીઓ નરેન્દ્ર સિંહે જાડેજા (વડાળી), હરેશભાઈ હેરભા, રવિભાઈ માકડિયા તથા જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો છે.આ વિસ્તારોના રોડ રસ્તા ની મંજૂરીથી ગ્રામ્ય લોકોમાં આનંદની લાગણી પ્રસરી છેને આ રસ્તાઓ બનવાથી આસપાસના ગ્રામ્ય લોકોની વાહન વ્યવહારની સુગમતામાં વધારો થશે તેમ અંતમાં આભાર વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here