મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી જસદણમાં હુડકો-વાજસુરપરાને જોડતો બ્રીજ બનાવવાના રૂ 3.50 કરોડ મંજુર

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી જસદણમાં હુડકો-વાજસુરપરાને જોડતો બ્રીજ બનાવવાના રૂ 3.50 કરોડ મંજુર
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી જસદણમાં હુડકો-વાજસુરપરાને જોડતો બ્રીજ બનાવવાના રૂ 3.50 કરોડ મંજુર
જસદણ નગરપાલીકા વિસ્તારમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફ્લાયઓવર બ્રીજ ઘટક હેઠળ હુડકો સોસાયટીથી વાજ્સુરપરા વિસ્તારને જોડતા રસ્તા પર ભાદર નદી પરનો બ્રીજ નવો બનાવવા રૂ. 3.50 કરોડ ની રકમ મંજૂર કરી છે જે કામ મંજૂર કરાવવામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળીયાની મહત્વની ભૂમિકા રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જસદણ વિસ્તારમાં હુડકો સોસાયટીથી વાજ્સુરપર વિસ્તારમાં જવા બ્રીજ નહી હોવાથી  શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો ભાદર નદીમાંથી પસાર થઇને જતા હતા, ચોમાસા દરમ્યાન આ રસ્તો બંધ થઇ જતા જસદણની પ્રજા પરેશાની અનુભવતી હતી.  જેને ધ્યાને લઇ જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાને મુક્ત તેઓએ મેજર બ્રીજ બનાવવાના કામ માટે  રૂ.3.50 કરોડ જેટલી રકમ મંજૂર કરેલ છે જેની વહીવટી પ્રક્રિયા બાદ પૂર્ણ થયા બાદ ટૂંક જ સમયમાં બ્રીજ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવશે અને જસદણ શહેરની પ્રજાની સુખાકારીમાં વધારો થશે અને બ્રિજની સુવિધા મળશે.  જસદણ શહેરમાં હર્ષની લાગણી વ્યાપેલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરેલ છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here