જીલ્લા ભાજપ કમલમ ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું

જીલ્લા ભાજપ કમલમ ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું
જીલ્લા ભાજપ કમલમ ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું
ભારત સરકારના વિકાસલક્ષી અને રોજગારલક્ષી મહત્વના પાયા સમાન દેશના વિકાસ માટે જે પ્રયાસો અને પ્રજાનો હિત માટે પ્રજાની રોજગારી અને કલ્યાણકારી કાર્યો માટે સમયાંતરે વિવિધ યોજનાઓ બનાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપની સરકાર હંમેશા પ્રજાના હિત માટે અને દેશના સર્વાંગી વિકાસ માટે તેમજ દેશના નાનામાં નાના છેવાડાના માનવી સુધી સરકારની વિવીધ યોજનાઓથી માહિતગાર કરી અને તેનો લાભ પહોચે તેવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. આ અંતર્ગત પ્રદેશ કક્ષાના માર્ગદર્શન અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સરકારની પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનામાં જે 18 ટ્રેડનો સમાવેશ થાય છે. જેવા કે, દરજી, ધોબી, ઢીંગલી અને રમકડાની બનાવટ, વાણંદ, શિલ્પકાર, ફૂલોની માળા બનાવનાર, કુંભાર, કડિયા, સુથાર, લુહાર, મોચી અને સોની જેઓ હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરો જે બક્ષીપંચની કેટેગરીમાં આવતા હોય છે તે અનુસંધાને જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા તેમના જીલ્લાકક્ષાની જીલ્લા હોદેદાર, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રી તેમજ સરકારની કર્મચારી જેવા કે, સીએસસી સેન્ટરના રાજકોટ જીલ્લાના કોર્ડીનેટર જયસુખભાઈ રાજપરા, બીઆઈસી વિભાગના મોરી , ભાવેશભાઈ થેટાએ આ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના વિષે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય, કોણ લઈ શકે અને યોજનાની લાભ લેવા માટે સીએસસી સેન્ટરમાં કઈ રીતે ફોર્મ ભરવા અને તેમની સાથે ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ સામેલ કરવા તેમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમજ આ યોજનામાં સરકાર તરફથી સ્વરોજગારના વિકાસ માટે મળવા યોગ્ય સબસીડીની રકમ અને ધંધાના વધુ વિકાસ માટે કેટલી અને કેટલા પ્રમાણમાં લોન મળી શકે તેની પણ માહિતી આપવામાં આવી હતી.  

Read National News : Click Here

આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રભારી મયુરભાઈ માંજરીયા, જીલ્લા મોરચા પ્રભારી ડો.દીપકભાઈ પીપળીયા, પ્રદેશ કારોબારી સભ્ય સત્યેનભાઈ ગોસાઈ, ગંગદેવભાઈ ચૌહાણ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નવીનપરી ગૌસ્વામી, મહામંત્રી અશોકભાઈ ચાંવ, કમલેશભાઈ વરુ, જીલ્લા ભાજપ મંત્રી વિશાલભાઈ ફાંગલીયા, જીલ્લા બક્ષીપંચ મોરચાના હોદેદાર, કારોબારી સભ્યઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ સહીત જીલ્લાના બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનું સમગ્ર સંચાલન જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નવીનપરી ગૌસ્વામીએ કર્યું હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here