જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 3 થી 11 ના વિદ્યાર્થીઓ માટે યંગ ઈન્ટલેક્ટ મીટનું આયોજન કરાયું

જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 3 થી 11 ના વિદ્યાર્થીઓ માટે યંગ ઈન્ટલેક્ટ મીટનું આયોજન કરાયું
જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 3 થી 11 ના વિદ્યાર્થીઓ માટે યંગ ઈન્ટલેક્ટ મીટનું આયોજન કરાયું
જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તાજેતરમાં ધોરણ 3 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે યંગ ઈન્ટલેક્ટ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીનિયસ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ધોરણ 05 થી 09 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને પસંદગી માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય, સામાજિક અને રાજકારણ, મનોવિજ્ઞાન અને શિક્ષણ, વાણિજ્ય અને સાહિત્ય જેવા વિષયો અને ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ માટે સામાન્ય વિષયો, રમતગમત, પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો આપવામાં આવ્યા હતા. યંગ ઈન્ટલેક્ટ મીટના આયોજનનો હેતુ ઉપર પ્રકાશ પાડતા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા એ જણાવ્યું હતું કે નાની વયથી, શાળા કક્ષાએ યોજાતા ઈન્ટલેક્ટ મીટ જેવા પ્રોગ્રામ વિદ્યાર્થીઓમાં વાતચીતનું કૌશલ્ય વિકસાવવા, સારા વક્તા બનવા, તેમનામાં આત્મવિશ્ર્વાસનો સંચાર કરવા, સર્વેક્ષણ અને સંશોધનના પાસામાં વ્યાપક અને વૈવિધ્યસભર માનસિકતા વિકસાવવા તેમજ વિચારોનું આદાનપ્રદાન કરીને બૌદ્ધિક અથવા શૈક્ષણિક વિષયોનું અન્વેષણ કરવા માટે યોજવા જરુરી છે.

આવા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં વિચારો અને વિવેચનાત્મક વિચારસરણીના વિકાસને પ્રોત્સાહન મળે છે.વિદ્યાર્થીઓએ ઈન્ટલેક્ટ મીટમાં પસંદ કરેલ વિષયો ઉપર લગભગ બે મહિના જેટલો સમયમાં તેમના શિક્ષકો સાથે કાઉન્સેલિંગ અને માર્ગદર્શન મેળવ્યું હતું જેના પરિણામે સ્પર્ધાના દિવસે તેમની પ્રસ્તુતીમાં આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની પ્રસ્તુતીને નિર્ણાયકોએ લેખિત અને મૌખિક બંને મૂલ્યાંકન, સર્વેક્ષણ, સર્જનાત્મકતા, પ્રસ્તુતિ, વિષયની જાણકારી, સહાયક પુરાવા, મૌલિકતા અને નિષ્કર્ષ જેવા માપદંડોના આધારે વિજેતાની પસંદગી કરી હતી. ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ વચ્ચે રસાકસીની સ્પર્ધા જોવા મળી હતી.

Read National News : Click Here

આ ઈન્ટલેક્ટ મીટનો ફાઈનલ રાઉન્ડ જાન્યુઆરી મહિનામાં યોજાશે. નિર્ણાયકો દ્વારા વિવિધ શ્રેણીઓ અને ગ્રેડના આધારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મૌખિક અને લેખિત પ્રસ્તુતિઓમાં વિજેતાઓને ‘જીનિયસ ચાણક્ય’ એવોર્ડ અને જ્યારે ફાઈનલ રાઉન્ડમાં ટોપ ફાઈવ સ્થાન ઉપર અવનાર વિદ્યાર્થીઓને દોઢ લાખના રોકડ ઈનામો એનાયત કરવામાં આવશે.આ યંગ ઈન્ટલેક્ટ મીટમાં ભાગ લેનારા અને વિજેતા થનારા તમામ વિદ્યાર્થીઓને જીનિયસ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતા અને સી.ઇ.ઓ. ડિમ્પલબેન મહેતા તેમજ જીનિયસ સ્કૂલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here