રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135 કરોડની ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135 કરોડની ફાળવણી
રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135 કરોડની ફાળવણી
ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે અનુસાર રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે તા.02/01/2024ને મંગળવારના રોજ મુખ્યમંત્રીના વરદ હસ્તે રૂ.2084.00 કરોડના ચેક અર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે.    

 ગાંધીનગર ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા ઉપસ્થિત રહેલ.રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135/- કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135/- કરોડની માતબાર રકમની ફાળવણી કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન.શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તા.01/01/2024ના રોજ શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરેલ હતી અને નવા વિકાસ કામોના પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન મેળવેલ હતું.      

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here