ફાઈટર પ્લેન તેજસમાં વડાપ્રધાન મોદીએ 45 મિનિટ સુધી ભરી ઉડાન,કહ્યું-‘હમ કિસી સે કમ નહીં’

ફાઈટર પ્લેન તેજસમાં વડાપ્રધાન મોદીએ 45 મિનિટ સુધી ભરી ઉડાન,કહ્યું-'હમ કિસી સે કમ નહીં'
ફાઈટર પ્લેન તેજસમાં વડાપ્રધાન મોદીએ 45 મિનિટ સુધી ભરી ઉડાન,કહ્યું-'હમ કિસી સે કમ નહીં'
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુ પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. PM મોદીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર મૂકી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરતા લખ્યું કે, ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને આ ક્ષણ બદલ ખૂબ ખૂબ અભિનંદન. વડાપ્રધાન મોદીએ 45 મિનિટ સુધી લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી.

Read National News : Click Here

તેજસની શું-શું છે વિશેષતાઓ 

તેજસ ભારતીય કંપની નિર્મિત સ્વદેશી કોમ્બેટ એરક્રાફ્ટ છે. આ એક ફાઈટર જેટ છે જેમાં બે પાઈલટ બેસી શકે છે. તેને લિફ્ટ એટલે કે લીડ-ઇન ફાઇટર ટ્રેનર કહેવામાં આવે છે. તેજસ એક પ્રકારનું ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ પણ છે, જરૂર પડે ત્યારે ગ્રાઉન્ડ પર પણ હુમલો કરવા સક્ષમ છે. એરફોર્સે HAL પાસેથી 123 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 26 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક-1 એરક્રાફ્ટ છે. આગામી દિવસોમાં, HAL આ એરક્રાફ્ટના વધુ અપગ્રેડેડ વર્ઝન એરફોર્સને સોંપશે, જે 2024 અને 2028 ની વચ્ચે આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here