ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવા રજુઆત

ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવા રજુઆત
ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવા રજુઆત
રાજકોટ શહેર, આમ આદમી પાર્ટી પ્રભારી રાકેશભાઇ સોરઠીયા દ્વારા રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવી રજુઆત  કરાઇ હતી, રજુઆત માં જાણાવ્યું હતું કે, અમે ભારતના મતદારો અમારા બંધારણે આપેલા અધિકારીથી અમારા લોકપ્રતિનિધિ તરીકે સંસદ સભ્યોને ચૂંટીને લોકસભામાં મોકલીયે છીએ અમારા ચૂંટાયેલા સંસદ સભ્યો લોકસભા ગૃહમાં અમારો અવાજ રજુ કરવા માટે ફરજબઘ્ધ છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ ચાલી  રેહેલી લોકસભામાં વિરોધ પક્ષના સંસદ સભ્યોને મોટી સંખ્યામાં એક તરફી નિર્ણય લઇને આપ ખુદશાહીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદનું પવિત્રગૃહ ત્યાં ચર્ચા, સૂચનો અને અ-સહમતી વ્યકત કરવા માટેનો અબાધિત બંધારણીય અધિકાર આપે છે એ અધિકારનું ઉલ્લંધન થયેલું અમને આ પગલામાં દેખાય છે ભારતના બંધારણીય વડા તરીકે આપને અમારી મતદાર તરીકે અને જવાબદાર રાજકીય પક્ષ તરીકે વિનંતી છે કે સંસદના ગૃહ માંથી લોકસભા કે રાજય સભા સંસદ સભ્યોને ખુબ મોટી સંખ્યામાં બરતરફ કરવાનું આ પગલું ઇતિહાસમાં સારી રીતે નહિ નોધાય ભવિષ્યમાં આવી ધટના ન બને તે માટે બંધારણીય રીતે જે કઇ પગલા ભરવા જરૂરી જણાય તે પગલા ભરવા માટે આમારી આપને વિનંતી છે.

Read National News : Click Here

અમારી આપને એ પણ વિનંતી છે કે સભ્યોને ગૃહ પુરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામા આવ્યા છે એમનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે અને અમારો અવાજ અમારા પ્રતિનિધિ તરીકે એમને ગૃહમાં રજુ કરવાની તક  આપવામાં આવે તેવી આશા છે બંધારણીય વડા તરીકે આપ અમારી આ લાગણી સમજશો અને એને માટે જરૂરી પગલા તાત્કાલિક ભરશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here