3૦ વર્ષ જૂના સ્કૂટર પર પુત્રએ સ્કૂટર ઉપર વૃધ્ધ માતાને 3 દેશ અને ભારતના 35 રાજ્યોની યાત્રા કરી

3૦ વર્ષ જૂના સ્કૂટર પર પુત્રએ સ્કૂટર ઉપર વૃધ્ધ માતાને 3 દેશ અને ભારતના 35 રાજ્યોની યાત્રા કરી
3૦ વર્ષ જૂના સ્કૂટર પર પુત્રએ સ્કૂટર ઉપર વૃધ્ધ માતાને 3 દેશ અને ભારતના 35 રાજ્યોની યાત્રા કરી
વૃધ્ધ માતાની ઇચ્છા પૂર્ણ ર કરવા યુવકે કોર્પોરેટ જગતની નોકરી છોડીને માતાને લઇને ૩૦ વર્ષ જૂના સ્કૂટર પર ભારત ભ્રમણ શરૃ કર્યુ છે. પાંચ વર્ષમાં સ્કૂટર ઉપર જ ત્રણ દેશ અને ભારતના ૩૫ રાજ્યો (૮ કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત)ની યાત્રા પૂર્ણ કરીને હાલમાં ગુજરાતમાં છે. આજે તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ ભારતના મૈસુરમાં રહેતા દક્ષિણામૂર્તિ કૃષ્ણકુમાર (ઉ.૪૫) પિતાએ ભેંટમા આપેલા ૩૦ વર્ષ જૂના સ્કૂટર ઉપર ૭૬ વર્ષના માતા ચૂડા રત્નમ્માંને લઇને ભારતના લગભગ તમામ રાજ્યોની યાત્રા પૂર્ણ કરી ચુક્યા છે. વડોદરા ખાતે આવી પહોંચેલા ડી.કૃષ્ણ કુમાર અને તેમની માતાનું ઇઅર ટુ ધ વાઇલ્ડ ફાઉન્ડેશનના શગુન મહેરાએ સ્વાગત કર્યુ હતું. શગુને કહ્યું હતું કે આ પુત્ર અને માતા ભારતીય સનાતન પરંપરાનું ઉત્કૃષ્ટ અને જીવંત ઉદાહરણ છે. તો ડી.કૃષ્ણ કુમારે તેમની આ યાત્રા અંગે કહ્યું હતું  કે ‘હું મૈસુરમાં કોર્પોરેટ સેક્ટરમાં ટીમ લીડરની પોસ્ટ ઉપર ઉચ્ચ પગારે કામ કરતો હતો. પિતાજીના અવસાન પછી મે એક દિવસ અમ્માને પુછ્યુ કે તમે ભારતમાં કેટલા મંદિરોમાં દર્શન કર્યા છે ? તેમનો જવાબ સાંભળીને મને દુઃખ થયુ કેમ કે તેમણે કહ્યું કે મારી આખી જિંદગી રસોડામાં પુરી થઇ છે. ભારતના તો ઠીક મૈસુરના પણ મંદિર જોયા નથી. ‘

માતાની સેવા માટે પુત્રએ  ઉચ્ચ પગારની નોકરી છોડીલગ્ન પણ નથી કર્યા

મને થયુ કે માતાની ઇચ્છા પૂર્ણ ના કરી શકે તે પુત્ર શુ કામનો ? મંે નોકરી છોડી દીધી. ૧૬ જાન્યઆરી ૨૦૧૮ના હું માતાને લઇનેે સ્કૂટર પરે પહેલા કર્ણાટકની યાત્રાએ નીકળ્યો. ત્યાથી ફરતા ફરતા અમે નોર્થ ઇસ્ટ પહોચી ગયા અને ત્યાંથી ભૂતાન જતા રહ્યા. ભૂતાન, નેપાળ અને મ્યાનમાર એમ ત્રણ દેશ અને ભારતના ૩૪ સ્ટેટનો પ્રવાસ પૂર્ણ કરીને હવે ૩૫માં સ્ટેટ ગુજરાતમા છીએ. વડોદરા સુધીમાં અમે ૭૬,૧૩૯ કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી છે.  આજીવન માતાની સેવા કરવી છે માટે મે લગ્ન પણ નથી કર્યા.

Read About Weather here

જિંદગીભરની કમાણી માતાના એકાઉન્ટમાં જમા કરીઋષિ પરંપરા મુજબ જીવે છે ડી.કૃષ્ણ કુમાર કહે છે કે હું સનાતન ધર્મ પરંપરામાં માનુ છું. માતા પિતા ધરતી પર જીવતા ભગવાન છે. પિતાના મૃત્યુ બાદ મે નક્કી કર્યુ કે માતાની સેવામાં જ જીવન પૂર્ણ કરવુ છે એટલે નોકરી છોડી ત્યારે જે બચત હતી તે પણ મે માતાના એકાઉન્ટમાં જમા કરી. આ જમા બચતનું જે વ્યાજ આવે છે તેમાંથી જ અમારી યાત્રા કરીએ છીએ અને જીવન ગુજરાન કરીએ છીએ કેમ કે અમે ઋષિ પરંપરા મુજબ જીવીએ છીએ. જીવનની જરૃરીયાત જ ખૂબ ઓછી છે. કશુ સંગ્રહ કરવાની ટેવ નથી. પાંચ વર્ષની યાત્રા દરમિયાન પણ અમે મંદિર, મઠ અને આશ્રમમાં જ રોકાણ કરીએ છીએ. બે સમય ભોજન સિવાય કશુ ગ્રહણ કરતા નથી. કોઇની પાસેથી પૈસા તો ઠીક પણ અન્ય કોઇ સામગ્રી પણ સ્વિકારતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here