જયા બચ્ચન પર વરસ્યા મુકેશ ખન્ના, કહૃાું ’બૂમાબૂમ ન કરો, શાંતિથી બેસો’

જયા બચ્ચને જ્યારથી સંસદૃમાં નામ લીધા વગર કંગના રનૌત અને રવિ કિશન પર પ્રહાર કર્યા છે ત્યારથી બોલિવુડના સેલેબ્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક કંગના રનૌત અને રવિ કિશનને સપોર્ટ કરી રહૃાા છે, તો કેટલાક આ પ્રકારનું નિવેદૃન આપવા બદૃલ જયા બચ્ચનની િંનદૃા કરી રહૃાા છે. હવે, સીરિયલ ’મહાભારત’માં ’ભીષ્મ પિતામહ’નો રોલ પ્લે કરનાર મુકેશ ખન્નાએ જયા બચ્ચન પર વાકબાણ વરસાવ્યા છે. મુકેશ ખન્નાનું કહેવું છે કે, નિયમ તોડનારા લોકો પર જનતાની નજર છે. કોઈ ઈન્ડસ્ટ્રીને ’ગટર’ કહી રહૃાું નથી, માત્ર તપાસની માગ થઈ રહી છે. તેથી જયા બચ્ચને બૂમાબૂમ કર્યા વગર શાંતિથી બેસવું જોઈએ અને તપાસના નિર્દૃેશની રાહ જોવી જોઈએ. મુકેશ ખન્નાએ કહૃાું હતું કે, કોઈએ સાચુ જ કહૃાું છે કે બોલિવુડ ગટર નથી. પરંતુ બોલિવુડમાં જે ગટર છે, તેનાથી ફરક પડતો નથી.

આખી ઈન્ડસ્ટ્રીની કોઈ િંનદૃા કરી રહૃાું નથી, પરંતુ એક ખરાબ માછલી આખા તળાવને ખરાબ કરી દૃેશે. તેવામાં જો તમે શોધવા માગો છો તો તમારે આખા તળાવમાં શોધવું પડશે. તો જ તમે તે ખરાબ માછલીને પકડી શકશે. એક્ટરે વધુમાં કહૃાું કે, ’સવાલ તપાસનો છે અને જો કોઈ કહે છે કે જે થાળીમાં ખાઓ છો તેમાં કાણું કેમ પાડો છો? તો હું જણાવી દૃઉ કે અહીંયા માત્ર થાળીની વાત થઈ રહી નથી. અહીંયા થાળી ચારણી બની ગઈ છે. અમે થાળીની વાત નથી કરી રહૃાા, પરંતુ તેમાં શું પીરસાઈ રહૃાું છે તેની વાત છે.મુકેશ ખન્નાએ જયા બચ્ચનનું નામ લેતા કહૃાું કે, તે સંસદૃમાં આટલી બૂમાબૂમ કેમ કરી રહૃાા હતા? ’અમે તેમ નથી કહી રહૃાા કે ઈન્ડસ્ટ્રીમાં દૃરેક વ્યક્તિ ખરાબ છે.