સરકારના સેવકોની લીલાઓના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે એમ.ડી.સાગઠીયાની ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબી દાખલ કર્યો ગુનો

સરકારના સેવકોની લીલાઓના પરદાફાસ થઈ રહ્યા છે ત્યારે એમ.ડી.સાગઠીયા અપ્રમાણસર મિલકત હોવાથી એસીબી દાખલ કર્યો ગુનો રાજકોટ અગ્નિકાંડના આરોપી એમ.ડી.સાગઠીયા ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબીના સપાટામાં

રાજકોટ અગ્નિકાંડના આરોપી એમ.ડી.સાગઠીયા ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબીના સપાટામાં

શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસેના ટીઆરપી ગેમઝોનની અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-૧, મનસુખભાઈ ધનાભાઇ સાગઠીયા, વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં રિમાન્ડ પર રહેલા સાગઠિયાની રિમાન્ડ આવતા સોમવારે પુરી થયે એસીબી કબજો મેળવી ધરપકડ કરશે. એસીબી દ્વારા તા.૦૧/૦૪/૨૦૧૨થી તા.૩૧/૦૫/૨૦૨૪ના સમયગાળાના ચેક પિરીયડ દરમ્યાન તેના દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવેલ. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ.

સરકારના સેવકોની લીલાઓના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે એમ.ડી.સાગઠીયાની ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબી દાખલ કર્યો ગુનો મિલકત

આક્ષેપીતે પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થયેલ છે. આક્ષેપીતે પોતાની કાયદેસરની આવક રૂ.૨,૫૭,૧૭,૩૫૯ (બે કરોડ સતાવન લાખ સતર હજાર ત્રણસો ઓગણ સાંઇઠ)ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.૧૩,૨૩,૩૩,૩૨૩ (તેર કરોડ તેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણ સો ત્રેવીસ) કરેલાનું તપાસ દરમ્યાન ફલિત થયેલ છે.

સરકારના સેવકોની લીલાઓના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે એમ.ડી.સાગઠીયાની ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબી દાખલ કર્યો ગુનો મિલકત

આમ, આક્ષેપીતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ. ૧૦,૫૫,૩૭,૩૫૫/- (દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણ સો પંચાવન )ની વઘુ સંપતિ વસાવેલાનું જણાઈ આવેલ છે જે તેઓની આવકના પ્રમાણમાં ૪૧૦.૩૭% થી વધુ અપ્રમાણસર મિલકતો છે. આ કામે સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી શ્રી જે.એમ.આલ, ફિલ્ડ પોલીસ ઈન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ નાઓએ સરકાર તરફે ફરિયાદી તરીકે રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા- ૨૦૧૮)ની કલમ-૧૩(૧)બી, ૧૩(૨) મુજબનો ગુનો આક્ષેપીત વિરૂધ્ધ નોંધાવેલ છે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ એકમના મદદનીશ નિયામકશ્રી કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્વનગર એ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.લાલીવાલાને સોંપવામાં આવેલ છે.

સરકારના સેવકોની લીલાઓના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે એમ.ડી.સાગઠીયાની ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબી દાખલ કર્યો ગુનો મિલકત

મિલકતોની વિગતો નીચે મુજબ છે.

સરકારના સેવકોની લીલાઓના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે એમ.ડી.સાગઠીયાની ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાથી એસીબી દાખલ કર્યો ગુનો મિલકત