રાજકોટ:બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર યુવક અને પરવાનેદાર ખેડૂતની અટકાયત

રાજકોટ:બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર યુવક અને પરવાનેદાર ખેડૂતની અટકાયત
રાજકોટ:બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર યુવક અને પરવાનેદાર ખેડૂતની અટકાયત
સોશ્યલ મીડિયા પર બંદૂક સાથે ફોટો અપલોડ કરી રોફ જમાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની કામગીરી યઠવાત રાખી છે. ગત રોજ વિંછીયા ખાતે બંદૂક સાથે ફોટો અપલોડ કરનાર યુવક અને પરવાનેદાર ખેડૂતની અટકાયત કરી વિંછીયા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મળતી વિગત મુજબ, સોશ્યલ મીડિયા પર રોફ જમાવતા અને ભય ઉભો કરતા તત્વો સામે રાજકોટ રૂરલ એસઓજી વોચ રાખી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રાની રાહબરીમાં એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ, કાળુભાઈ ધાધલ, અમિતભાઇ સુરુ વગેરે સોશ્યલ મીડિયા વોચમાં હતા ત્યારે સૂર્યાભાઈ ડોન સરવૈયા’ નામના ફેસબુક એકાઉન્ટમાં વિંછીયા તાલુકાના ઓરી ગામના આરોપી સુરેશ ધીરુ સરવૈયા(ઉ.વ.26)એ હથિયાર સાથે ફોટો પોસ્ટ કરેલો હતો, તેને શોધી પૂછપરછ કરતા આ બારબોરની બંદૂક વિંછીયાના બોટાદ રોડ પર રહેતા સુરા લઘરા રાજપરા (ઉ.વ.58)ની હોવાનું ખુલ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

આ ફોટો વર્ષ 2018માં ઓરી ગામ ખાતે લગ્ન પ્રસંગ હોય ત્યાં પાડ્યો હોવાનું કહ્યું હતું. ખેડૂત સુરા રાજપરાની પૂછપરછ કરતા આ હથિયાર માટે પાક રક્ષણ અર્થે તેની પાસે લાયસન્સ છે.પોલીસે નોંધેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુરેશ સરવૈયા પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, પરવાના વાળુ હથીયાર પોતાના કબ્જામાં રાખ્યું હતું અને સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાના વાળા બારબોર વાળી બંદૂક સાથે ફોટોઓ પાડી પોતાના ફેસબુક આઇડી સૂર્યાભાઈ ડોન સરવૈયામાં ફોટોઓ અપલોડ કર્યા હતા, તેમજ હથિયારના પરવાનેદાર સુરા રાજપરાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર બંધુક અન્ય લાયસન્સ વગરનાને ઉપયોગ કરવા આપી બન્ને શખ્સોએ આર્મ્સ એકટ મુજબનો ગુન્હો કર્યો છે. જેથી શખ્સોની અટકાયત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here