નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા…

નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા
નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા

મેડીકલ અભ્યાસક્રમ પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં કથિત પેપરલીક સહિતના ગોટાળાઓની તપાસમાં નવા તથ્યો સામે આવી રહ્યા છે. આ પરીક્ષાની ગરબડમાં ગુજરાત કનેકશન પણ નિકળ્યુ જ છે ત્યારે સાંઠગાંઠ ધરાવતા ઉમેદવારોને ન આવડતા પ્રશ્ર્નોના જવાબ કોરા રાખી દેવા તથા તે નિષ્ણાંતોએ લખી નાખ્યા હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.નીટની પરીક્ષાના વિવાદ વચ્ચે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી જ છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત, બિહાર તથા ઝારખંડના કનેકશન ખુલ્યા જ છે. ગુજરાતમાં ગોધરા પોલીસે કરેલી તપાસના દસ્તાવેજો સીબીઆઈએ મેળવી લીધા છે. ઉપરાંત તુર્તમાં પકડાયેલા પાંચ આરોપીઓને કબ્જો પણ સંભાળી લેશે.

નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા... નીટ

ગોધરાના પોલીસવડા હિમાંશુ સોલંકીએ કહ્યું કે કૌભાંડીયાઓ તથા વિદ્યાર્થીઓ વચ્ચે ચોંકાવનારી સાંઠગાંઠ હતી. ચોકકસ પરીક્ષાર્થીઓને એમ કહેવામાં આવ્યું હતું કે ‘પરીક્ષાના પેપરમાં જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય તેટલા લાવવા, બાકીના પ્રશ્નો કોરા રાખી દેવા પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર પેક કરવા માટે અર્ધી કલાકનો સમય હોય છે અને તે દરમ્યાન પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ દ્વારા પરીક્ષાઓ નહીં લાવેલા સવાલના જવાબ લખી દેવાની ગોઠવણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુર્ત આન્સર કી જાહેર થઈ તી હોય છે અને તે પહોંચાડવાની જવાબદાર કોચીંગ કલાસ સંચાલકોએ ઉપાડી હતી.

નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા... નીટ

પોલીસના સૂત્રોએ કહ્યું કે, ચોકકસ પરીક્ષાઓને પસંદગીના નાના સેન્ટરોના પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કેવી રીતે શકય બને છે. તે તપાસનો વિષય છે. એવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પ્રથમ પ્રયાસમાં બે-ત્રણ લાખ જેવો રેન્ક મેળવનારા પરીક્ષાર્થીઓએ બીજા પ્રયાસમાં 8000 કે 13000 જેવો રેન્ક હાંસલ કરી લીધો હવે એટલું જ નહીં, પસંદગીના નાના સેન્ટરોમાંથી જ પરીક્ષા આપીને આ અસામાન્ય દેખાવ કર્યો હતો.

નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા... નીટ

પરીક્ષાર્થીઓને પસંદગીના સેન્ટર મળવાની ઘટના પણ તપાસનો વિષય છે. નીટની પરીક્ષા માટે અરજી કરવામાં આવે ત્યારે પરીક્ષાર્થીને પસંદગીના બે સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા પરીક્ષાર્થીના ફોર્મ પણ એજન્ટો જ ભરે છે અને પરીક્ષાના વતનથી ઘણાં દુર- અંતરીયાળ- નાના સેન્ટર પસંદ કરે છે. સારો રેન્ક મળી જવાની ખાતરી આપે છે. એડવાન્સમાં એક લાખ અને બાકીના 9 લાખ પરિણામ પછી આપવાની ડીલ હોય છે.

નીટ વિવાદમાં વધુ એક મોટો ચોંકાનવાર ખુલાસો સામે આવ્યો:ગોધરામાં પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા... નીટ

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કોમ્પ્યુટર આધારિત રેન્ડમ પદ્ધતિ જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા હોય તો વિદ્યાર્થીઓને ચોકકસ કેન્દ્રો કેવી રીતે મળી શકે તે સવાલ છે. નિષ્ણાંતોના માનવા પ્રમાણે નીટનો આ ગોટાળો કોઈ એક સેન્ટર કે રાજયના બદલે રાષ્ટ્રવ્યાપી હોવાની શંકા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ સિસ્ટમની જ ચકાસણી કરીને ત્રુટીઓ દુર કરવાની જરૂર છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here