કરોડોની ખનીજ ચોરી થતાં લુંટનો પર્દાફાશ કોંગ્રેસના આગેવાનોએ કર્યો

કરોડોની ખનીજ ચોરી થતાં લુંટનો પર્દાફાશ કોંગ્રેસના આગેવાનોએ કર્યો
કરોડોની ખનીજ ચોરી થતાં લુંટનો પર્દાફાશ કોંગ્રેસના આગેવાનોએ કર્યો

રાજકોટ જીલ્લામાં ભાજપ સરકારના ખાણ ખનીજ વિભાગ જે તે વિસ્‍તારના મામલતદાર સર્કલ તલાટી અને પોલીસ તંત્ર ખનીજ માફિયાઓની મિઠી નજર નીચે કરોડો રૂપિયાની ખનીજ સંપતીના લુંટનો પર્દાફાશ કોંગ્રેસે કરી કલેકટરને આવેદન પાઠવી વિસ્‍તૃત રજૂઆતો કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા અને અન્‍યોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ખાણ ખનીજ વિભાગમાં જવાબદાર અધિકારીઓની ફરજ બેદરકારી-લાપરવાહી અને મીલીભગતથી રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્‍તારમાં કરોડો રૂપિયાની ખનીજ સંપતિની ચોરી થયેલ છે જે બાબતે સત્‍વરે પગલાઓ ભરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાના બામણબોર વિશ્રસ્‍તારમાં આવેલ સરકારી ખરાબાઓ, સરકારી વીડીઓ તેમજ માયનોર ફોરેસ્‍ટ વિસ્‍તારો સહિતના વિસ્‍તારોમાં સરકારની કોઇપણ પ્રકારની મંજુરી વગર ખનીજ માફીયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી આધુનીક મશીનરીનો ઉપયોગ કરી મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલીકીની કરોડો રૂપિયાની ખનીજ સંપતીની ચોરી કરવામાં આવી અને રાજયનું ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સુતું રહ્યું અને આવડી મોટી ખનીજ ચોરીથી ઇરાદાપૂર્વક અજાણ રહ્યું છે. ત્‍યારે તાત્‍કાલીક ધોરણે નીચેના પ્રશ્‍નો બાબતે પગલાઓ ભરવા અમારી રજૂઆત છે.

કરોડોની ખનીજ ચોરી થતાં લુંટનો પર્દાફાશ કોંગ્રેસના આગેવાનોએ કર્યો કરોડોની ખનીજ ચોરી

પ્રથમ તો આ આખા વિસ્‍તારને સીલ કરી ખનીજ સંપતીની ચોરીનો સર્વે કરી ચોરી થયેલ સંપતીનું મૂલ્‍યાંકન કરી ખનીજ સંપતીનાં ચોરીનો આંકડો જાહેર કરી પોલીસ ફરિયાદ કરવામાં આવે.આ વિસ્‍તારમાં ફરજ બજાવતા ખાણ ખનીજ અધિકારીનો/કર્મચારીનો તેમજ ફરજ બેદરકારી સબબ ખુલાસો પુછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ વીજીલન્‍સ ફાલાઇંગ સ્‍કોડની ફરજ બાબત પણ ખુલાસો પુછી કાર્યવાહી કરવામાં આવે.

આ અમારી રજુઆતને રેકર્ડ ઉપર લઇ ફરીયાદવાળી જગ્‍યાનો વર્ષ ર૦૧૮ થી આજદીન સુધી વર્ષવાઇઝ ગુગલ મેપ મેળવી તેના આધારે કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર ખનન પ્રવૃતિ ઘણાં સમયથી ચાલતી હોવા છતાં આ વિસ્‍તારના મામલતદાર કે સર્કલ તલાટી દ્વારા આપના વિસ્‍તારમાં આવી પ્રવૃતિ અંગે કોઇ જાણકારી લેખીતમાં આપવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરી તેમની સામે પણ તેમી ફરજ બેદરકારી સબબ પગલાઓ ભરવામાં આવે. આ સમગ્ર પ્રકરણની જવાબદારી જે તે વિભાગના અધિકારીની નકકી કરી તેમની સામે આકરા પગલાઓ ભરી ચોરીના નાણાની વસુલાત કરવામાં આવે. આવેદન દેવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, અશોકસિંહ વાઘેલા વિગેરે જોડાયા હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here