રોકાણકારો માટે ખુશીના સમાચાર \ ટુંક સમયમાં ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ…

રોકાણકારો માટે ખુશીના સમાચાર \ ટુંક સમયમાં ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ...
રોકાણકારો માટે ખુશીના સમાચાર ટુંક સમયમાં ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ...

આ વર્ષે રોકાણકારોને તગડો નફો આપવામાં ચાંદી સૌથી આગળ નીકળી ગઈ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં 21 જૂન સુધી ચાંદીએ લગભગ 23 ટકા રિટર્ન આપ્યુ છે તો સોનાએ 14.27 ટકા, સેન્સેકસે 7.25 ટકા અને નિફટીએ 8.45 ટકા જ નફો આપ્યો છે. બીજી તરફ ચાંદીમાં રોકાણકારોને માલામાલ કરવામાં સોના અને ઘરેલુ શેરબજારથી ચાંદી ઘણુ આગળ છે.

રોકાણકારો માટે ખુશીના સમાચાર ટુંક સમયમાં ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ… રોકાણકારો

ચાંદીની કિંમત આ વર્ષે જાન્યુ.ની શરૂઆતમાં ચાંદી પ્રતિ કિલોનો ભાવ રૂા.75000 જેવો રહ્યો હતો. 21 જૂને પુરા થયેલા કારોબારી સત્ર સુધી 93500 રૂપિયા પ્રતિ કિલો ભાવ પહોંચ્યો હતો. મે મહિનામાં આ ભાવ 83000 હતો. એક મહિનામાં પ્રતિ કિલો રૂા.10 હજારના નફા સાથે નિષ્ણાંતો કહે છે કે ચાંદીએ છેલ્લા છ મહિનામાં લગભગ 23 ટકા જેટલો નફો રોકાણકારોને કરાવ્યો છે.સારા રિટર્નના કારણે ચાંદીના ઈટીએફમાં આ વર્ષે ભારે રોકાણ થયું છે. મ્યુચ્યુઅલ ફંડના સંગઠનના આંકડા મુજબ જાન્યુ.થી મે મહિનામાં સિલ્વર ઈટીએફમાં 2653 કરોડનું રોકાણ આવ્યું છે તો ગોલ્ડ ઈટીએફમાં 2460 કરોડનું રોકાણ આવ્યું છે.

રોકાણકારો માટે ખુશીના સમાચાર ટુંક સમયમાં ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ… રોકાણકારો

બજારના નિષ્ણાંતો કહે છે કે, આ વર્ષે સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડયા છે. દુનિયાભરમાં રાજનીતિ, સંકટ વચ્ચે આ બન્ને કોમોડીટીમાં વધુ તેજી જોવા મળી શકે છે. ભારતમાં સોનાની કિંમત 73350 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. આગામી સમયમાં સોનુ 85000ને ટચ કરી શકે છે. આ જ રીતે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂા.93000ને સ્પર્શી ગયો છે જે આગામી સમયમાં 1 લાખને વટાવી શકે છે.2024ના પ્રારંભે સોનાનો ભાવ રૂા.63000 પ્રતિ 10 ગ્રામ હતો. 21 જૂને પુરા થયેલા કારોબારી સત્રમાં ભાવ રૂા.73350 છે. આ રીતે જોઈએ તો આ વર્ષે અત્યાર સુધી સોનામાં 14 ટકાનું વળતર મળી ચૂકયું છે.

રોકાણકારો માટે ખુશીના સમાચાર ટુંક સમયમાં ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ… રોકાણકારો

નિષ્ણાંતો વધુમાં કહે છે કે, નવી સરકારમાં આર્થિક સુધારાને વધુ વેગ મળે તેમ ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી ઝડપથી વધી રહી છે. દુનિયાભરમાં ઈવી અને હાઈબ્રીડ કારની વધતી માંગ અને સૌરઉર્જાના ક્ષેત્રના વધતા મહત્વના કારણે પણ ચાંદીને મોટો ટેકો મળ્યો છે. કેન્દ્ર સરકાર પણ સૌરઉર્જા પર ધ્યાન આપે છે. એવું માનવામાં આવે છે કે ચાંદીની ઔદ્યોગીક માંગ પણ ચાલુ વર્ષમાં વધુ 10 ટકા વધી શકે છે.જાન્યુ.થી અત્યાર સુધીમાં મળેલા વળતરમાં ચાંદીએ સૌથી વધુ 23 ટકા, સોનાએ 14.87 ટકા, નિફટીએ 8.45 ટકા, સેન્સેકસે 7.25 ટકા અને બેંક નિફટીએ 7.23 ટકા વળતર રોકાણકારોને આપ્યુ છે.